ભાયખલામાં આવેલો મુંબઈના મેયરનો બંગલો ૧.૪૮ કરોડના ખર્ચે રિનોવેટ થશે

21 March, 2026 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લગભગ ૬૦૦૦ ચોરસફુટમાં ફેલાયેલા આ હેરિટેજ બંગલામાં સાગનાં લાકડાંનું બાંધકામ અને ટાઇલ્સવાળી છત છે

રાણીબાગની અંદર આ બંગલો આવેલો છે

મુંબઈનાં મેયર રિતુ તાવડે હજી સુધી ભાયખલામાં આવેલા તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં રહેવા ગયાં નથી. ૧૯૩૧માં બનેલો મેયર માટેનો આ બંગલો હવે ૧.૪૮ કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેટ થશે અને ત્યાર બાદ મેયર રિતુ તાવડે એમાં રહેવા જશે.

લગભગ ૬૦૦૦ ચોરસફુટમાં ફેલાયેલા આ હેરિટેજ બંગલામાં સાગનાં લાકડાંનું બાંધકામ અને ટાઇલ્સવાળી છત છે. રાણીબાગની અંદર આ બંગલો આવેલો છે. લાકડાંના માળખાનું પૉલિશિંગ અને સ્ટોરરૂમ, ડ્રાઇવરરૂમ, લાકડાની છત અને મૅન્ગલોર ટાઇલ્સની છત જેવા બંગલાના મુખ્ય ભાગોનું રિનોવેશન કરવામાં આવશે તથા ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવશે.

ગ્રાઉન્ડ ફ્લોર પર નવા ઇટાલિયન માર્બલ ફ્લોરિંગ સાથે રૂમ્સને નવો લુક આપવામાં આવશે. હાલના કૉન્ફરન્સ-રૂમને ગેસ્ટરૂમ બનાવવામાં આવશે તેમ જ એક નવો ગેસ્ટ બેડરૂમ પણ તૈયાર કરવામાં આવશે. આ બધા જ ફેરફારો સાથે બંગલો રિનોવેટ થાય ત્યાર બાદ મેયર આ બંગલામાં શિફ્ટ થશે.

mumbai mayor ritu tawde byculla zoo byculla mumbai mumbai news