મુંબઈમાં બત્તી ગુલ, મીટર ચાલુ

15 May, 2026 08:18 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈગરાઓ ભરઉનાળે ઇલેક્ટ્રિસિટી વિના શેકાઈ રહ્યા છે : પાવર-કટ કેમ છે એનો કોઈ જવાબ નથી આપતું

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ આગની ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યું છે અને તડકો તેમ જ બફારાને કારણે મુંબઈગરાઓ બેહાલ છે એવા સમયે શહેર તેમ જ ઉપનગરમાં કલાકો સુધી ઇલેક્ટ્રિસિટી ગાયબ રહેતાં મુંબઈગરાઓના ગરમીથી થતા ત્રાસમાં વધારો થયો હતો. 

દાદરના શિવાજી પાર્ક તેમ જ અંધેરીના ચાર બંગલા જેવા પૉશ વિસ્તારમાં ગુરુવારે સવારથી ઇલેક્ટ્રિસિટી ગાયબ હતી. શિવાજી પાર્ક વિસ્તારમાં રહેતા પ્રમોદ ઝારેકરે જણાવ્યું હતું કે દાદર-વેસ્ટમાં આશરે ૪ કલાક સુધી ઇલેક્ટ્રિસિટી ગાયબ હતી. અમે BESTનો વારંવાર સંપર્ક કર્યા છતાં કોઈ જવાબ મળ્યો નહોતો. એ ઉપરાંત શિવાજી પાર્કમાં પણ ત્રણ કલાક સુધી ઇલેક્ટ્રિસિટી ગાયબ હતી. 

ગયા શનિવારે અંધેરી-વેસ્ટમાં ચાર બંગલા વિસ્તારમાં સાંજના સમયે, રવિવારે સાડાત્રણ વાગ્યે રહેવાસીઓએ ઇલેક્ટ્રિસિટી વિના રહેવું પડ્યું હતું. એ જ રીતે બુધવારે રાત્રે પણ સાડાદસ વાગ્યે લાઇટ ગઈ હતી જેથી રાત્રે ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો. 

BESTના અધિકારીએ આ વિશે કહ્યું હતું કે ‘અમને શિવાજી પાર્કના નાગરિકોની ફરિયાદ મળ્યા બાદ ઇલેક્ટ્રિસિટી ફરી શરૂ કરવાનું કામ હાથ ધર્યું હતું. શીતલાદેવી રિસિવિંગ સબ સ્ટેશનના ૩૩ કિલોવૉટના ફીડરમાં ખામી સર્જાવાને કારણે આ તકલીફ થઈ હતી. શહેરની ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ ૪૩૦૦ મેગાવૉટની છે અને એ પૂરી કરવા માટે ડિસ્ટ્ર‌િબ્યુટર નેટવર્ક પર ભારે બોજ આવી રહ્યો છે.’

mumbai news mumbai Weather Update mumbai weather maharashtra government maharashtra news maharashtra shivaji park dadar rajendra aklekar