આવતી કાલે પણ ગરમી માટે તૈયાર રહેજો

01 March, 2021 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતી કાલે પણ ગરમી માટે તૈયાર રહેજો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમી વધતી જ જવાની છે. રવિવારે મૅક્સિમમ તાપમાન કોલાબામાં ૩૨.૮ અને સાંતાક્રુઝમાં ૩૬.૩ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે આજે પારો ૩૭ ડિગ્રી આસપાસ રહેશે એેવી શક્યતા રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટર દ્વારા દર્શાવાઈ છે. આકાશ ચોખ્ખું રહેશે એથી ગરમી વધુ પડશે. થોડા દિવસ પહેલાં ઉત્તરથી આવતા ઠંડા પવનને કારણે પારો ઘટી ગયો હતો, પણ હવે એ ઉત્તરના પવનો થોડા ફંટાવાને કારણે મુંબઈગરાને એનો લાભ નથી મળી રહ્યો અને પારો ઊંચે જઈ રહ્યો છે. વળી મુંબઈ સમુ્દ્રકિનારે આવેલું હોવાથી વાતાવરણમાં ભેજનું પણ પ્રમાણ વધારે હોવાથી બફારો થઈ રહ્યો છે. ગઈ કાલે કોલાબામાં ૬૭ ટકા અને સાંતાક્રુઝમાં ૩૬ ટકા ભેજ નોંધાયો હતો. આવનારા થોડા દિવસોમાં પારો કોકણ વિસ્તારમાં ૪૦ સુધી પહોંચી શકે એવી શક્યતા દર્શાવાઈ છે.

mumbai mumbai news mumbai weather