આનંદો મુંબઇગરાંઓ, 118ને બદલે 142 ફેરા અને 18ને બદલે 15 મિનિટમાં મળશે મોનો રેલ

13 November, 2023 03:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Monorail Route Map: મુંબઈમાં મોનો ટ્રેન દ્વારા પ્રવાસ કરનારા માટે સારા સમાચાર છે. હવે મોનો સેવાની રાહ જોવાનો સમય ઘટી ગયો છે, દર 15 મિનિટમાં મોનો રેલ અવેલેબલ હશે. મોનોના ગ્રુપમાં એક ટ્રેન અને વધારાની 24 ફેરીનું સંચાલન થશે.

મુંબઈ મોનો ટ્રેન (ફાઈલ તસવીર)

મુંબઈમાં (Mumbai) મોનો ટ્રેન દ્વારા પ્રવાસ કરનારા માટે સારા સમાચાર છે. હવે મોનો સેવાની રાહ જોવાનો સમય ઘટી ગયો છે, દર 15 મિનિટમાં મોનો રેલ અવેલેબલ હશે. મોનોના ગ્રુપમાં એક ટ્રેન અને વધારાની 24 ફેરીનું સંચાલન થશે. આ સિવાય મનોને મેટ્રો લાઈન સાથે પણ કનેક્ટ કરવામાં આવશે.

Monorail Route Map: મોનો ટ્રેન દ્વારા પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. મુંબઈમાં મોનો ટ્રેન દ્વારા પ્રવાસ માટે રાહ જોવાનો સમય ઓછો થઈ ગયો છે. 18 મિનિટને બદલે હવે દર 15 મિનિટમાં મોનો સેવા ઉપલબ્ધ હશે. મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ)એ મોનોની ફેરીમાં પણ વધારો કરવાનો નિર્ણય લીધો છે. મોનોના 20 કિમી માર્ગ પર વધારાની 24 ફેરીનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી મોનોના રૂટ પર પ્રવાસીઓ માટે મોનો ટ્રેનની 118 ફેરીનું સંચાલન થતું હતું, જેને હવે વધારીને 142 ફેરી કરી દેવામાં આવી છે. મોનોની સેવામાં વધારાનું મુખ્ય મોનોના જૂથમાં વધુ એક ટ્રેન સામેલ થઈ છે. જૂથમાં સામેલ થયેલી આ કોઈ નવી ટ્રેન નથી. માહિતી પ્રમાણે, ટેક્નિકલ ખામીને કારમે આ ટ્રેનને પ્રવાસી સેવામાંથી ખસેડી દેવામાં આવી હતી. આ ટ્રેન છેલ્લા ઘણાં સમયથી કારશેડમાં ઊભી હતી. એમએમઆરડીએએ ટ્રેનની સારસંભાળનું કામ પૂરું કરી આનો ફરીય ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.

Monorail Route Map: 2014માં મુંબઈમાં મોનો સેવાની શરૂઆત કરવામાં આવી હતી. ચેમ્બૂરથી સંત ગાડગે મહારાજ ચૌક (સાત રસ્તા) વચ્ચે મોનો રેલનું સંચાલન થઈ રહ્યું છે. મોનો પાસે બહેતર કનેક્ટિવિટી ન હોવાને કારણે શરૂઆતથી પ્રવાસીઓનો સારો પ્રતિસાદ નથી મળી રહ્યો છે. રેક કી અછત, ડબ્બામાં આગ લાગવા અને વચ્ચે માર્ગમાં ટ્રેનના બંધ હોવાને કારણે મોનો ઘણીવાર ચર્ચામાં રહે છે.

પહેલા હતી ટ્રેનની અછત
Monorail Route Map: ટ્રેનની અછત હોવાને કારમે પ્રવાસીઓને 18 મિનિટ સુધી સ્ટેશન પર રાહ જોવી પડતી હતી. મોનોની આ સમસ્યાને દૂર કરવા માટે મોનોએ પોતાના જૂથમાં 10 નવી ટ્રેન સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનની સરળતાથી દેખરેખ થઈ શકે, આ માટે મોનોની નવી ટ્રેનનું નિર્માણ દેશમાં જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી મેટ્રો લાઈન સાથે થશે કનેક્ટ
મોનો તરફથી વધારે પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે મોનોને રેલવે સ્ટેશન અને તૈયાર થતી નવી મેટ્રો લાઈ સાથે પણ કનેક્ટ કરવાની યોજના બનાવવામાં આવી છે. મેટ્રો અને લોકલ ટ્રેન સાથે કનેક્ટ થવા પર મેટ્રો અને રેલવેના પ્રવાસીઓ પણ મોનોને મળવા માંડશે.

નોંધનીય છે વેસ્ટર્ન રેલવેમાં પણ તાજેતરમાં જ મુંબઈ લોકલના સુચારુરૂપે આવાગમન માટે છઠ્ઠી લાઈનનું કામ પૂરું કરવામાં આવ્યું છે.

mumbai monorail mumbai metropolitan region development authority mumbai news mumbai whats on mumbai things to do in mumbai