થાઇલૅન્ડ ટ્રીપ છુપાવવા યુવતીએ ફાડી નાખ્યા પાસપોર્ટના પાનાં અને પછી મુંબઈ એરપોર્ટ પર...

26 August, 2024 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Girl Tears Off Her Passport Pages: થાઈલેન્ડ જવા માટે તેણે ઇન્સ્ટીટ્યુટની પરીક્ષામાંથી છુટ્ટી લીધી હતી અને તે દરમિયાન તેણે બીમાર હોવાનું બહાનું પણ આપ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)

મુંબઈ એરપોર્ટ પર એક 25 વર્ષીય ફેશન મર્ચેન્ડાઈઝિંગ સ્ટુડન્ટને સિંગાપોર જતી ફ્લાઈટમાં (Mumbai Girl Tears Off Her Passport Pages) બેસતા અટકાવવામાં આવી હતી. વિદ્યાર્થીનું નામ એસએસ ઘાટોલ છે અને તેના પાસપોર્ટમાંથી ચાર પેજ ગાયબ હોવાની વાત એરપોર્ટ પ્રશાસનના ધ્યાનમાં આવતા તેને રોકવામાં આવી હતી. આ ઘટના પર પોલીસે કહ્યું હતું કે ઇમિગ્રેશન અધિકારીઓને તેના પાસપોર્ટમાં આ વિસંગતતા ધ્યાનમાં આવી હતી. ઘાટોલ ફર્સ્ટ યર સ્ટુડન્ટ અને ટુરિસ્ટ વિઝા પર સિંગાપુર જઈ રહી હતી અને તેને મુંબઈના વરલીમાં આવેલી તેની ઇન્સ્ટીટ્યુટમાંથી સિંગાપોરમાં ઇન્ટર્નશીપ પણ મળી હતી.

આ ઘટના બાબતે પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટમાં ચડવાથી રોકવામાં આવેલી આ ફેશન મર્ચેન્ડાઈઝિંગ સ્ટુડન્ટ 11 થી 14 ફેબ્રુઆરી દરમિયાન થાઈલેન્ડ ગઈ હતી અને તેણે તેના ઇન્સ્ટીટ્યુટથી આ વાત છુપાવવા પાસપોર્ટના (Mumbai Girl Tears Off Her Passport Pages) અમુક પાના ફાડી નાખ્યા હતા. થાઈલેન્ડ જવા માટે તેણે ઇન્સ્ટીટ્યુટની પરીક્ષામાંથી છુટ્ટી લીધી હતી અને તે દરમિયાન તેણે બીમાર હોવાનું બહાનું પણ આપ્યું હતું. આસિસ્ટન્ટ ઈમિગ્રેશન ઓફિસર સુજીત પાટીલે જણાવ્યું હતું કે જ્યારે સંસ્થાએ સિંગાપોર ઈન્ટર્નશિપ માટે તેનો પાસપોર્ટ માગ્યો ત્યારે ઘાટોલને ડર હતો કે તેની આ હરકત સામે આવી. ઘાટોલને ઈન્ટર્નશિપ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. જેથી હવે ઘાટોલ વિરુદ્ધ છેતરપિંડી અને પાસપોર્ટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ સાથે વધુ એક ઘટનાઆ એક 26 વર્ષના બાંગ્લાદેશી નાગરિકસુબ્રમણ્યમ મલિકની પણ મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસે ભારતીય પાસપોર્ટ હતો અને તે સ્ટુડન્ટ વિઝા પર ટોરોન્ટો (Mumbai Girl Tears Off Her Passport Pages) જઈ રહ્યો હતો. મલ્લિક 11 વર્ષની ઉંમરે 2009માં ભારત આવ્યો હતો અને પશ્ચિમ બંગાળમાં રહેતો હતો. અહીં તેણે BBAની ડિગ્રી મેળવી. 2021 માં તેને ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ મેળવ્યો અને તેનો ઉપયોગ કેનેડિયન વિદ્યાર્થી વિઝા મેળવવા માટે કર્યો. મલ્લિકે ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરીને બાંગ્લાદેશની અનેક યાત્રાઓ કરી હોવાનું જોતાં ઈમિગ્રેશન અધિકારીઓને શંકા ગઈ હત અને તે બાદ પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. મલ્લિકે અધિકારીઓને જણાવ્યું કે તે મૂળ બાંગ્લાદેશનો છે અને 2009માં ભારત આવ્યો હતો.

તેમ જ બીજી એક ઘટનામાં પુણે એરપોર્ટ પોલીસે નકલી ટિકિટનો ઉપયોગ કરીને લોહેગાંવ એરપોર્ટના (Mumbai Girl Tears Off Her Passport Pages) ટર્મિનલમાં પ્રવેશવાનો પ્રયાસ કરનાર આરોપીને ચિંચવડના મોહનનગરમાંથી ધરપકડ કરી હતી. એરપોર્ટ પર તહેનાત રહેલા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના કર્મચારીઓએ 27 વર્ષના બિરયાનીની દુકાનના માલિકની સલીમ ગોલેખાન આરોપીને છેતરપિંડી અને બનાવટીના આરોપસર લખનૌની ફ્લાઇટમાં બેસવા માટેના તેના પિતા સાથે અંદર જતી વખતે ટર્મિનલના ગેટ પર અટકાયત કરી લીધી હતી.

mumbai airport mumbai news thailand singapore mumbai