17 December, 2022 04:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
મુંબઈના (Mumbai) ઘાટકોપર (Ghatkopar) વિસ્તારમાં આગ લાગવાના સમાચાર આવ્યા છે. આ આગને કારણે 22 લોકોને પારેખ હૉસ્પિટલમાં (Parekh Hospital) દાખલ કરવામાં આવ્યા છે. આગને કારણે 1નું મોત (1 died) પણ થયું છે. માહિતી પ્રમાણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી, જેના પછી તેમને બધાને હૉસ્પિટલમાં (Hospitalized) મોકલવામાં આવ્યા છે.
ઘાટકોપરમાં આવેલી વિશ્વાસ નામની ઈમારતના જૂનો પિઝ્ઝા હોટલના મીટર રૂમમાં આગ ફેલાઈ છે. પારેખ હૉસ્પિટલ વિશ્વાસ નામની ઈમારતની નજીક છે. માહિતી પ્રમાણે શનિવારે બપોરે 2 વાગીને 8 મિનિટે આગ લાગવાના સમાચાર રિપૉર્ટ કરવામાં આવ્યા.
આ સિવાય પુણે શહેરના બહારના વિસ્તારમાં પણ એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા. આ આગ ગ્રામ વાડૂના ભીમા કોરેગાંવ સ્થિત એઆઇએમ કંપનીમાં લાગી. આના પર કાબૂ મેળવવા માટે પીએમઆરડીએની 4 ફાયરબ્રિગેડની ગાડીઓ અને પીએમસી અને એમઆઇડીસીની 1-1 ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.
આ પણ વાંચો : અમને પાણી આપો, નહીંતર સુધરાઈની ઑફિસમાં સ્નાન કરવાની વ્યવસ્થા કરી આપો
હોટલ વિસ્તારમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો
તાન્યા કાંબલે, 18 વર્ષ યુવતી, 18થી 20 ટકા દાઝી છે, કુલસુમ શેખ - 20 વર્ષીય યુવતી- શ્વાસ રુંધાવાને કારણે હૉસ્પિટલમાં દાખલ છે. કુરશી દેઢિયા - 46 વર્ષીય પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો છે.