ભાઇંદરના દરિયામાં ડૂબી રહેલી સ્કૉર્પિયોને ફાયર-બ્રિગેડે બહાર કાઢી

11 March, 2021 08:50 AM IST  |  Mumbai

ભાઇંદરના દરિયામાં ડૂબી રહેલી સ્કૉર્પિયોને ફાયર-બ્રિગેડે બહાર કાઢી

ડૂબી રહેલી સ્કૉર્પિયો કાર

ભાઈંદર (વેસ્ટ)ના દરિયામાં એક સ્કૉર્પિયો ડૂબી રહી હતી, પણ ફાયર-બ્રિગેડની સમયસૂચકતાને કારણે બચી ગઈ હતી. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ફાયર-બ્રિગેડના કર્મચારીઓએ રસ્સીની મદદથી કારને પાણીથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. મંગળવારે સાંજે છ વાગ્યાની આસપાસ ઉત્તનના દરિયાકિનારે અમુક યુવકો સ્કૉર્પિયો લઈને ફરવા આવ્યા હતા. તેમણે કારને કિનારા પર ઊભી રાખી હતી અને પાણીમાં મોજમસ્તી કરવા જતા રહ્યા હતા. અચાનક સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ દરિયામાં મોટી ભરતી આવી હતી જેમાં ઘસડાઈને સ્કૉર્પિયો પાણીની અંદર જતી રહી હતી. જોકે યુવાનો બહાર હોવાથી બચી ગયા હતા.

mumbai mumbai news bhayander