મુંબઈ કસ્ટમ્સે કરોડો રૂપિયાના ડીઝલની દાણચોરી પકડી પાડી

26 January, 2025 08:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કસ્ટમ્સે એ ઉપરાંત આ સંદર્ભે ચાર જણની ધરપકડ પણ કરી વધુ કાર્યવાહી કરી હતી

પ્રતીકાત્મક તસવીર

ફૉરેનની શિપમાંથી ડીઝલ લઈને એ નાની બોટોમાં રેવદંડા પોર્ટ પર પહોંચાડી ત્યાર બાદ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા અન્ય વિસ્તારોમાં વેચવામાં આવે છે અને એના કારણે એના પર લાગતી ડ્યુટી અને ટૅક્સ ગુપચાવવામાં આવે છે. આમ કરોડો રૂપિયાનું ​ડીઝલ રાયગડના રેવદંડા પોર્ટથી સ્મગલ થઈ રહ્યું છે એવી માહિતીના આધારે કસ્ટમ્સે રેઇડ પાડી હતી. એ રેઇડની કાર્યવાહી દરમ્યાન કસ્ટમ્સના ઑફિસરોએ ​બે બોટ, ચાર ઑઇલ-ટૅન્કર અને એક ટેમ્પો પકડ્યાં હતાં. કસ્ટમ્સે એ ઉપરાંત આ સંદર્ભે ચાર જણની ધરપકડ પણ કરી વધુ કાર્યવાહી કરી હતી.   

mumbai customs Crime News mumbai crime news crime branch mumbai crime branch