12 March, 2021 08:44 AM IST | Mumbai | Agency
પ્રતીકાત્મક તસવીર
સાયનમાં રસ્તા પર થયેલા ઝઘડામાં બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કરનાર ત્રણ શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે ગુરુવારે જણાવ્યું હતું. ૨૦ ફેબ્રુઆરીએ બનેલી આ ઘટનાને પગલે પોલીસે મંગળવારે નિકેશ સાવલે, આકાશ સાખરે અને અજિત પિલ્લઈની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે ફરિયાદી નીતિન સરોજ તેની મોટરસાઇકલ પર મિત્ર સાથે ધારાવીસ્થિત તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે આરોપીઓએ બાઇકને સાયન સર્કલ નજીક આંતરી હતી. ફરિયાદીએ તેમને ધ્યાનથી ચલાવવા જણાવ્યું ત્યારે નશામાં ધૂત એક આરોપીએ ફરિયાદીના માથા પર બિયરની બૉટલ ફટકારી હતી. ઉપરાંત આરોપી ત્રિપુટીએ ફરિયાદીના મિત્ર પર પણ બૉટલના તૂટેલા ટુકડાઓથી ઘા કર્યા હતા. ઘાયલ લોકોને સાયન હૉસ્પિટલ ખસેડીને એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો.