મુંબઈ ઍરપોર્ટ પર પ્રી-પેઇડ રિક્ષા સર્વિસ શરૂ થાય એ પહેલાં જ વિવાદ

30 May, 2026 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર, પણ કન્વીનિયન્સ ફીમાં વધારાની માગણીના કારણે પ્રોજેક્ટ અટવાયો

ફાઇલ તસવીર

મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ ટૂ (T2) ખાતે પ્રવાસીઓની સુવિધા માટે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ પ્રી-પેઇડ રિક્ષા-સર્વિસ સત્તાવાર લૉન્ચિંગ પહેલાં જ વિવાદોમાં સપડાઈ છે. આ સુવિધાના સંચાલનની જવાબદારી જે નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)ને સોંપવામાં આવી છે એણે કન્વીનિયન્સ ફી વીસથી વધારીને સીધી ૫૦ રૂપિયા કરવાનો આગ્રહ રાખતાં આખો પ્રોજેક્ટ અટવાયો છે. NGOએ ઍરપોર્ટ ઑપરેટરને જગ્યાના વપરાશ પેટે ચૂકવવાની રકમ અને ઑપરેશનલ ખર્ચનું કારણ આગળ ધરીને આ વધારો માગ્યો છે.

પ્રી-પેઇડ રિક્ષા માટેનાં બૂથ અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગભગ તૈયાર છે. જો ફીવધારાને મંજૂરી મળી જાય તો આ સર્વિસ તાત્કાલિક શરૂ કરી શકાય એમ છે. જોકે પ્રી-પેઇડ રિક્ષાનું ભાડું સામાન્ય મીટર-ભાડાં કરતાં અંતરના આધારે ઑલરેડી ૨૦થી ૩૦ ટકા વધુ હોય છે. આવી સ્થિતિમાં જો કન્વીનિયન્સ ફી પણ વધારવામાં આવશે તો ઍરપોર્ટ પરથી મુસાફરી કરનારાને મોંઘું પડશે એટલે આ અંગે વાટાઘાટો ચાલી રહી છે.

mumbai airport mumbai auto rickshaw and taxi chhatrapati shivaji international airport mumbai mumbai news