19 September, 2026 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુરુવારે સવારે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઘાટકોપર-વિક્રોલી સર્વિસ રોડ પર ગોદરેજ સિગ્નલ નજીક બાઇક લપસી જતાં ૧૯ વર્ષના ગુજરાતી ટીનેજરનું મૃત્યુ થયું હતું.
ગુરુવારે સવારે ૭.૧૫ વાગ્યે ગોદરેજ સિગ્નલ નજીક બાઇક પર બે ટીનેજર જઈ રહ્યા હતા ત્યારે બાઇક લપસી જતાં બન્ને ઘવાયા હતા. પોલીસે ઘાયલોને સારવાર માટે રાજાવાડી હૉસ્પિટલમાં પહોંચાડ્યા હતા.
રાજાવાડી હૉસ્પિટલના ચીફ મેડિકલ ઑફિસર ડૉ. રવિ રાઠોડના જણાવ્યા મુજબ ૧૯ વર્ષના જૈનમ દોશીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે એ પહેલાં જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે ૧૭ વર્ષના ધૈર્ય ભાનુશાલીને સામાન્ય ઈજાઓ થઈ હતી.