૧૦૦થી વધારે ફ્લાઇટ્સને બૉમ્બની ધમકી મંગળવારે

30 October, 2024 10:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્લાઇટ્સની તપાસ કર્યા બાદ રવાના કરવામાં આવી હતી જેથી ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા પંદરેક દિવસથી ફ્લાઇટ્સને મળી રહેલી અવિરત ધમકીઓની શ્રૃંખલામાં ગઈ કાલે ૧૦૦થી વધારે પ્લેનને બૉમ્બ હોવાની ધમકી મળી હતી. આ સાથે છેલ્લા ૧૬ દિવસમાં ૫૧૦થી વધારે ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સને ધમકી મળી હતી, પણ એમાંથી તમામેતમામ ખોટી પુરવાર થઈ હતી. મોટા ભાગની ધમકીઓ સોશ્યલ મીડિયા મારફત આપવામાં આવી રહી છે. 
ગઈ કાલે જે ૧૦૦થી વધારે ફ્લાઇટ્સને ધમકી મળી હતી એમાં ઍર ઇન્ડિયાની ૩૬, ઇન્ડિગોની ૩૫ અને વિસ્તારાની ૩૨ ફ્લાઇટ્સનો સમાવેશ છે. ધમકીઓને પગલે પ્રોટોકૉલનું પાલન કરીને બધી ફ્લાઇટ્સની તપાસ કર્યા બાદ રવાના કરવામાં આવી હતી જેથી ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી.

mumbai news mumbai Crime News air india mumbai police