થાણેના ગાયમુખથી ભાઈંદરના શિવાજી ચોક વચ્ચે દોડશે મેટ્રો 10

12 April, 2026 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

MMRDA ૮૫૬૨ કરોડ રૂપિયાના ખર્ચે ૯.૭ કિલોમીટરનો એલિવેટેડ કૉરિડોર તૈયાર કરશે

પ્રતીકાત્મક તસવીર

થાણેના ગાયમુખથી ભાઈંદરના શિવાજી ચોક એલિવેટેડ મેટ્રો 10ના ૮૫૨૬ કરોડના પ્રોજેક્ટ માટે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) આવતા અઠવાડિયે ટેન્ડર બહાર પાડશે. ડિસેમ્બર ૨૦૨૬થી શરૂ કરીને ૩ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો કરવાની ધારણા છે. આ પ્રોજેક્ટનો ડેપો મોઘર પાડામાં બનાવવામાં આવશે. વળી મેટ્રો 10 ગાયમુખથી વડાલા માટે ઇન્ટરચેન્જ કરી શકાશે અને મેટ્રો 9 સાથે મીરાગાવમાં ઇન્ટરચેન્જ કરી શકાશે એથી પ્રવાસીઓને સેન્ટ્રલમાં વડાલા અને વેસ્ટર્નમાં અંધેરી સુધી પ્રવાસનો વિકલ્પ મળી રહેશે.

આ સ્ટેશન હશે : ગાયમુખ, ગાયમુખ રેતીબંદર, ચેના ગાવ, વર્સોવા ગાવ, કાશીમીરા, મીરા ગાવ, શિવાજી ચોક

mumbai news mumbai mumbai metro thane bhayander