27 January, 2025 07:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ધારાવીના બાળ કલાકારોએ ચિત્ર સ્પર્ધા દ્વારા કંડારી ઉજ્જવળ ભવિષ્યની પરિકલ્પના
મુંબઈના ધારાવીની દસ શાળાઓના 200થી વધુ વિદ્યાર્થીઓ પ્રજાસત્તાક દિવસે આંતર-શાળા ચિત્ર સ્પર્ધા `મેરે સપનોં કી ધારાવી` માં પુનઃવિકસિત ધારાવી માટે પોતાનો રચનાત્મક દ્રષ્ટિકોણ રજૂ કરવા માટે ભેગા થયા હતા. નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL) દ્વારા તેના ધારાવી સોશિયલ મિશન (DSM) હેઠળ આ કાર્યક્રમ ધારાવીની કામરાજ મેમોરિયલ ઇંગ્લિશ હાઇ સ્કૂલ અને જુનિયર કૉલેજ ખાતે યોજાયો હતો. ‘2050માં તમે પુનઃવિકસિત ધારાવી અથવા ધારાવીની કેવી કલ્પના કરો છો’ થીમ પર આધારિત આ સ્પર્ધાએ બાળકો અને ફળદ્રુપ મનને વધુ સારા આવતીકાલ માટે પોતાનાં સપના અને આકાંક્ષાઓ વ્યક્ત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. સહભાગીઓને સમાન સ્પર્ધાત્મકતા સુનિશ્ચિત કરવા અને પોતાની પ્રતિભા દર્શાવવા માટે ડ્રોઇંગ કીટ અને કેનવાસ આપવામાં આવ્યા હતા.
નિર્ણાયકોની એક પ્રતિષ્ઠિત પૅનલે આ એન્ટ્રીનું મૂલ્યાંકન કર્યું, જેમાં પ્રખ્યાત એનિમેશન કલાકાર અને ચિત્રકાર અને "તારે જમીન પર"માં પોતાના કાર્ય માટે જાણીતા ધીમંત વ્યાસ, બે દાયકાથી વધુ સમય યુવા પ્રતિભાને ઉછેરવા માટે સમર્પિત એવા અનુભવી કલા શિક્ષક ઝંખના મહેતા, ધારાવીમાં ઉછરેલા ઉત્સાહી કલાકાર પ્રસાદ બાલન અને ઉત્સાહી શિક્ષિકા તેમજ પર્સનાલિટી ડેવલપર એનિડ જોનનો સમાવેશ થાય છે. ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટના વડા અનુજ મલ્હોત્રા, જેમણે જ્યુરી સભ્ય તરીકે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી, તેમણે ધારાવીના ભાવિ દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરવામાં તેના મહત્વ પર ભાર મૂક્યો. આ પ્રસંગે બોલતા, ધીમંત વ્યાસે કહ્યું, “આ બાળ કલાકારોમાં મેં જે સર્જનાત્મકતા અને જુસ્સો જોયો તે અસાધારણ છે. પોતાની ચિત્રકલા દ્વારા, આ બાળકોએ માત્ર આશા જ નહીં પરંતુ પુનઃકલ્પિત ધારાવી માટે એક બ્લુપ્રિન્ટ પણ કંડારી છે. તેમની ક્ષમતા અને મોટા સ્વપ્ન જોવાની તેમની શક્તિ પ્રેરણાદાયક છે.”
ઝંખના મહેતાએ ઉમેર્યું, “ ચિત્રએ સપનાંઓની ભાષા છે અને આજે, આ બાળકોએ સાબિત કર્યું છે કે તેમના સપનાં કેટલા શક્તિશાળી હોઈ શકે છે. તેમનું કાર્ય આશા, વિઝન અને ધારાવીની ઓળખ એવા તેના સંઘર્ષમાંથી ખુશખુશાલ પાર ઉતરવાના ગુણને પ્રતિબિંબિત કરે છે.” ધારાવીમાં ઉછરેલા અને સ્પર્ધામાં મગ્ન દેખાતા પ્રસાદ બાલને કહ્યું, “આ સ્પર્ધા આપણા સમુદાયમાં રહેલી પ્રતિભા અને સર્જનાત્મકતાનો પુરાવો છે. આ બાળ કલાકારોએ પોતાના દ્રષ્ટિકોણ (વિઝન)ને ચિત્રના માધ્યમથી કંડાર્યાં છે અને ધારાવીના ભવિષ્યને તેમની આંખો દ્વારા જોવું એ સન્માનની વાત છે.” અનુજ મલ્હોત્રાએ વ્યાપક પુનર્વિકાસ મિશન સાથે આ પહેલની સંલગ્નતા પર પ્રકાશ પાડતાં કહ્યું, “ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરવા માટે છે અને આ બાળકોએ તેની સુંદર કલ્પના રજૂ કરી છે. તેમની ચિત્રાકૃતિ એક જીવંત, સમાવિષ્ટ અને પ્રગતિશીલ ધારાવી બનાવવાના અમારા મિશન સાથે સુસંગત છે.”
ધારાવીમાં મોર્નિંગ સ્ટાર ઇંગ્લિશ સ્કૂલના પ્રિન્સિપાલ એમ થવામણીએ જણાવ્યું હતું કે, "અમારા વિદ્યાર્થીઓને `મેરે સપનોં કી ધારાવી` કલા સ્પર્ધામાં ભાગ લેવાની આ એક અદ્ભુત તક સાંપડી છે. આવી ઈવેન્ટ્સ માત્ર સર્જનાત્મકતા ઉજાગર કરે છે, એટલું નહીં, પરંતુ તે ધારાવીના તમામ વય જૂથોના રહેવાસીઓનાં સ્વપ્નને પણ પ્રતિબિંબિત કરે છે અને તેમના સમુદાયનું ભવિષ્ય ઘડવા માટે ગર્વ અને જવાબદારીની ભાવના જગાડે છે. આવી પ્રેરણાદાયી પહેલમાં અમારા વિદ્યાર્થીઓ પોતાના દ્રષ્ટિકોણનું યોગદાન આપતાં જોઈને અમને ગર્વ થાય છે." ઈવેન્ટનું સમાપન એવોર્ડ સમારંભ સાથે થયું હતું, જેમાં ટોચના ત્રણ વિજેતાઓને ટ્રોફી આપવામાં આવી હતી. આ દિવસની એક ખાસ વિશેષતા ધારાવી સોશિયલ મિશન (DSM) કિઓસ્ક હતો, જે માતાપિતા અને વાલીઓને સાંકળીને તેમને માનવ પરિવર્તન અને સમુદાય વિકાસ માટેના DSM ના પ્રયાસો વિશે માહિતી આપી. ધારાવી સોશિયલ મિશિન (DSM) ધારાવીને તેની સાંસ્કૃતિક વિશિષ્ટતાનું જતન કરીને તેને એક જીવંત અને સમાવિષ્ટ સમુદાયમાં રૂપાંતરિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ‘મેરે સપનોં કી ધારાવી’ કલા સ્પર્ધા પરિવર્તન તેમજ ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટેની પ્રેરણામાં સર્જનાત્મકતાની શક્તિનો પુરાવો છે.
ધારાવી સોશિયલ મિશન વિશે:
ધારાવી સોશિયલ મિશન (DSM) એ નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL)ની એક મુખ્ય પહેલ છે, જે ધારાવીના રહેવાસીઓના સામાજિક, આર્થિક અને માળખાગત પરિમાણોને સમાવીને તેમના સમગ્રલક્ષી વિકાસને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. મિશન ધારાવીમાં યુવાનો, મહિલાઓ, ઉદ્યોગો અને વંચિત જૂથો પર વિશેષ ભાર મૂકે છે. તેના પ્રયાસોનું ફોકસ કૌશલ્ય-આધારિત રોજગાર, શિક્ષણ, આરોગ્યસંભાળ અને સ્વચ્છતા, સામાજિક જોડાણ અને સમુદાય કલ્યાણ વધારવા ઉપર છે.
ધારાવી સોશિયલ મિશન સમુદાયનું જીવન ધોરણ સુધારવા, વ્યક્તિઓને સશક્ત બનાવવા, ટકાઉ આજીવિકા વિકસાવીને તેના દ્વારા સહુને માટે એક ઉજ્જવળ, વધુ સ્થિતિસ્થાપક અને સમાવિષ્ટ ભવિષ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ હેતુલક્ષી મિશન આત્મનિર્ભર ઇકો સિસ્ટમ માટે વ્યક્તિઓ અને જૂથોની લાંબા ગાળાની અને ટકાઉ, સામાજિક-આર્થિક ક્ષમતાઓ વધારવાની દિશામાં કાર્યરત રહેવા સંનિષ્ઠ પ્રયાસો કરે છે.