કોલ્હાપુરની આ ડૉક્ટર-દુલ્હને ફેરા પહેલાં સાચવી મેડિકલ-ઇમર્જન્સી

05 December, 2025 07:34 AM IST  |  Kolhapur | Gujarati Mid-day Correspondent

આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો તો નેટિઝન્સ પણ ડૉક્ટર-દુલ્હનનાં વખાણ કરવામાં પાછા પડ્યા નહોતા.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

કોલ્હાપુરમાં લગ્નસમારંભ દરમ્યાન એક મહિલા અચાનક ચક્કર ખાઈને પડી ગઈ હતી. મહિલા ભાનમાં ન આવતાં લગ્નવિધિ પડતી મૂકીને દુલ્હન પોતે જ મહિલાની સારવાર કરવા પહોંચી ગઈ હતી. નવવધૂ ડૉ. પ્રિયા ભારતીએ પોતાનાં લગ્ન પહેલાં =મેડિકલ-ઇમર્જન્સી સાચવવાને મહત્ત્વ આપ્યું એ જોઈને ઉપસ્થિત દરેક મહેમાનને આ ડૉક્ટર-દુલ્હન પર ગર્વ થયો હતો. સવારથી ગરમી અને ભૂખને કારણે બેભાન થયેલી મહિલા ભાનમાં આવી ત્યાર બાદ લગ્નવિધિ સંપન્ન થઈ હતી. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો તો નેટિઝન્સ પણ ડૉક્ટર-દુલ્હનનાં વખાણ કરવામાં પાછા પડ્યા નહોતા.

mumbai news mumbai kolhapur maharashtra news maharashtra