હવે કૉંગ્રેસને પણ જરાંગે પાટીલે આપી ધમકી, કહ્યું “ચૂંટણીમાં બધુ ભોગવવું પડશે”

10 June, 2024 08:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Manoj Jarange Patil: ચાર જૂનથી મરાઠા સમાજને વગર કોઈ શરતે આરક્ષણ આપવાની માગણીને લઈને મરાઠા કાર્યકર મનોજ જરાંગે પાટીલે ફરી એક વખત આમરણ અનશન શરૂ કર્યું છે.

મનોજ જરાંગે પાટીલ (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્ર રાજયમાં મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણી લઈને સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન કરનાર મરાઠા કાર્યકર મનોજ જરાંગે પાટીલે (Manoj Jarange Patil) હવે વિપક્ષ દળ કૉંગ્રેસ પાર્ટીને પણ ખુલ્લી ચેતવણી આપી દીધી છે. આંદોલન અને અનશન પર બેઠેલા મનોજ જરાંગે પાટીલે કહ્યું કે કૉંગ્રેસ મરાઠા સમુદાયના હિતો સામે બોલી રહી છે. તેનું ફળ તેઓએ આ વર્ષના અંતમાં થનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીમાં ભોગવવું પડશે.

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આવેલા આંતરવલી સરતી (Manoj Jarange Patil) ગામમાં ચાર જૂનથી મરાઠા સમાજને વગર કોઈ શરતે આરક્ષણ આપવાની માગણીને લઈને મરાઠા કાર્યકર મનોજ જરાંગે પાટીલે ફરી એક વખત આમરણ અનશન શરૂ કર્યું છે. આ અનશનના ત્રીજા દિવસે જરાંગે પાટીલે કહ્યું હતું કે, તેમણે મસૌદાની સૂચનાનું અમલીકરણ કરવાની માગણી પુનરાવર્તન કરી હતી. જરાંગેએ કુણબીઓને પણ મરાઠા સમુદાયના સભ્યોના `રક્ત સંબંધિત` તરીકે માન્યતા આપવી અને કુણબી જાતિના લોકોને મરાઠા તરીકે ઓળખ માટે કાયદાની માગણી કરી છે. મનોજ જરાંગેએ ૪ જૂથી ફરી અનશન શરૂ કર્યું હતું. જરાંગેએ જણાવ્યું હતું કે, જો જરૂરી હશે તો તે મરાઠા સમાજને ન્યાય અને આરક્ષણ આપવા આગામી વિધાનસભાની ચુંટણી પણ લડશે.

હાલની લોકસભાની ચૂંટણીમાં રાજ્યના જાલનાથી નવા ચૂંટાયેલા કૉંગ્રેસના (Manoj Jarange Patil) સાંસદ કલ્યાણ કાલેએ સોમવારે જાલનાનો પ્રવાસ કર્યો હતો અને તે સાથે જરાંગે પાટીલ સાથે મુલાકાત પણ કરી હતી. કુણબી એક કૃષિ જૂથ છે જે અન્ય પછાત વર્ગ (ઓબીસી) શ્રેણીમાં આવે છે. જરાંગેએ માગણી કરી છે કે તમામ મરાઠાને કુણબી પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે જેથી તેઓ આરક્ષણના લાભ માટે પાત્ર બની શકે. આ વર્ષે ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્ર વિધાનસભાએ સર્વાનુમતે એક વિધેયક પાસ થયું હતું, જેમાં એક અલગ શ્રેણી હેઠળ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મરાઠાઓ માટે ૧૦ ટકા આરક્ષણ આપવામાં આવે એવી વ્યાખ્યા કરવામાં આવી હતી.

કૉંગ્રેસના નેતા વિજય વડેટ્ટિવારે ઓબીસીમાંથી (Manoj Jarange Patil) મરાઠા સમાજને આરક્ષણ આપવાના વિરોધમાં નિવેદન આપ્યું હતું. વડેટ્ટિવારની ટિપ્પણીઓ વિશે પૂછવામાં આવતા જરાંગે પાટીલે સોમવારે જણાવ્યું હતું કે કૉંગ્રેસ દ્વારા 2024ની લોકસભા ચુંટણીમાં મરાઠા લોકો પાસેથી મત મેળવ્યા અને હવે તેઓ અમારા જ હિતો વિરુદ્ધ બોલી રહ્યા છે. આવું કરનારને આવતી વિધાનસભા ચુંટણીમાં તેનું મોટું પરિણામ ભોગવવું પડશે, એવું પણ જરાંગે પાટીલે કહ્યું હતું.

આ પહેલા પણ મનોજ જરાંગે પાટીલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે હેઠળની મહારાષ્ટ્ર સરકારને (Manoj Jarange Patil) મરાઠા સમાજને આરક્ષણ આપવા બાબતે ચેતવણી આપી હતી અને તેમ જ રાજ્યએનસીપી અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળને મરાઠા સમાજ વિરુદ્ધ ભાષણ કરવા બદલ ચીમકી આપી હતી. આ સાથે ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા તેમને મારી નાખવાનો આરોપ પણ જરાંગે પાટીલે કર્યો હતો.

congress mumbai news mumbai maharashtra news Manoj Jarange Patil assembly elections