બાળલગ્નો રોકવા સરકારને નવું સૂચન

25 April, 2026 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંકોતરી પર કન્યા અને વરરાજાની જન્મતારીખ લખવી ફરજિયાત બનાવો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સે રાજ્ય સરકારને બાળલગ્નો રોકવા માટે લગ્નની આમંત્રણપત્રિકા પર કન્યા અને વરરાજાની જન્મતારીખ લખવાનું ફરજિયાત કરવું જોઈએ એવું સૂચન કર્યું છે. કમિશને કહ્યું હતું કે બાળલગ્નો અને બાળકોના જાતીય શોષણને રોકવા માટે રાજ્યભરમાં જાગૃતિ અભિયાનો વધુ તીવ્ર બનાવવાં જોઈએ. રાજસ્થાનની જેમ લગ્નની આમંત્રણપત્રિકા પર કન્યા અને વરરાજાની જન્મતારીખનો ઉલ્લેખ ફરજિયાત બનાવવા માટે રાજ્ય સરકારને ભલામણ કરવાનો પણ કમિશને નિર્ણય લીધો છે. પૅનલે સોલાપુર જિલ્લામાં નોંધાયેલા ટીનેજર છોકરીઓના માતા બનવાના શંકાસ્પદ કેસોની સંયુક્ત તપાસનો આદેશ આપ્યો છે અને આ મુદ્દાને બાળઅધિકારોનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે.

maharashtra government maharashtra news maharashtra mumbai mumbai news