12 February, 2025 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્રના સંસદસભ્યોએ કર્યું વિરોધ-પ્રદર્શન
મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં સોયાબીનનું ઉત્પાદન થાય છે. આથી રાજ્યમાં નૅશનલ ઍગ્રિકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (NAFED)ના માધ્યમથી કેન્દ્ર સરકાર દ્વારા ખરીદી કરવામાં આવે છે. નોંધણી કરી હોવા છતાં આ વખતે ખેડૂતો પાસેથી સોયાબીનની ખરીદી ન કરાતાં ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આથી મહારાષ્ટ્રમાંથી ખેડૂતો પાસેથી સોયાબીનની ખરીદી કરવાની ડિમાન્ડ સાથે ગઈ કાલે સંસદ ભવનમાં મહારાષ્ટ્રના વિરોધી પક્ષના સંસદસભ્યોએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું.