17 December, 2024 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામદાસ આઠવલેની ફાઇલ તસવીર
રાજ્યમાં અત્યારે સત્તાધારી પાર્ટીના ઘણા નેતાઓ પ્રધાનમંડળમાં સ્થાન ન મળવાને લીધે નારાજ થઈને બેઠા છે ત્યારે તેમને મનાવવાની કોશિશ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (RPI)ના પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેની માફી માગી હતી. એનું કારણ હતું શપથવિધિનું આમંત્રણ.
ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે ‘હું રામદાસ આઠવલેની માફી માગું છું. પ્રધાનમંડળ વિસ્તારની ભાગાદોડીમાં તેમને આમંત્રણ સમયસર નહોતું પહોંચાડી શક્યો. અમારાથી આ ભૂલ થઈ ગઈ છે.’
નોંધનીય વાત એ છે કે રામદાસ આઠવલેની પાર્ટીએ રાજ્ય પ્રધાનમંડળમાં બે પ્રધાનપદ માગ્યાં હતાં, પણ તેમની પાર્ટીને કંઈ આપવામાં નથી આવ્યું.