રાજ ઠાકરેના મસ્જિદોમાં લાઉડસ્પીકરવાળા નિવેદનથી ફરી વિવાદ, પણ ભાજપે આપ્યું સમર્થન

07 November, 2024 09:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Assembly Elections 2024: રાજ ઠાકરેને ટેકો આપતા કહ્યું કે, "મસ્જિદોમાં લગાવવામાં આવેલા લાઉડસ્પીકર ગેરકાયદેસર છે. જે કાયદો હિન્દુઓને લાગુ પડે છે તે મુસ્લિમોને પણ લાગુ થવો જોઈએ. અમારા તહેવારો પર રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકર બંધ થઈ જાય...

રાજ ઠાકરે (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી (Maharashtra Assembly Elections 2024) યોજાવાની છે. ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય પક્ષોના નેતાઓ એકબીજા પર જોરદાર શાબ્દિક પ્રહાર કરી રાય છે. જોકે તાજેતરમાં સમાજવાદી પાર્ટી (SP) ના નેતા એ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના વડા રાજ ઠાકરેના મસ્જિદોમાં લાઉડસ્પીકર અંગે આપેલા નિવેદનને લઈને ટીકા કરી છે. SP નેતાએ કરેલી આ ટીકાથી હવે નવો રાજકીય વાદ શરૂ થયો છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરે (Maharashtra Assembly Elections 2024) દ્વારા મસ્જિદોમાં લાઉડસ્પીકર અંગે આપેલા નિવેદનને લઈને રાજકીય વકતૃત્વ વધી ગયું છે. રાજ ઠાકરેએ તાજેતરમાં કહ્યું હતું કે, "મને સત્તા પર લાવો, મહારાષ્ટ્રમાં એક પણ મસ્જિદમાં લાઉડસ્પીકર નહીં હોય. લોકો રસ્તા પર નમાજ અદા કરે છે. ધર્મ ઘરના દરવાજાની બહાર ન આવવો જોઈએ. કૉંગ્રેસ, શરદ પવાર જૂથ અને ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું કે તેમની રાજનીતિએ મુસ્લિમોને પ્રોત્સાહન આપ્યું છે, જેના કારણે આવી પ્રવૃત્તિઓ વધી રહી છે.

રાજ ઠાકરેના આ નિવેદન સામે સમાજવાદી પાર્ટી (SP) ના વિધાનસભ્ય (Maharashtra Assembly Elections 2024) અબુ આઝમીએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "રાજ ઠાકરે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવી વાતો કરે છે, લોકો તેમના શબ્દો પર પડવા માટે ભોળા નથી. આ નફરતના પૂજારીઓની રાજનીતિ ખતમ થવી જોઈએ." આ સાથે મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ પણ રાજ ઠાકરેની ટીકા કરતાં કહ્યું, "જે લોકો બંધારણના મૂલ્યોનું પાલન નથી કરતા તેમના વિશે વાત કરવી નિરર્થક છે. તેઓ સમાજને ધર્મના આધારે વહેંચવા માગે છે, જ્યારે બંધારણ કહે છે કે દરેક વ્યક્તિએ તેમના ધર્મનું પાલન કરવું જોઈએ અને તેને કરવાનો અધિકાર છે."

જોકે ભારતીય જાણતા પાર્ટી (બીજેપી) દ્વારા રાજ ઠાકરેના ભાષણનું સમર્થન કરવામાં આવી રહ્યું છે. બીજેપીના કનકવલીના ઉમેદવાર નીતિશ રાણેએ (Maharashtra Assembly Elections 2024) રાજ ઠાકરેને ટેકો આપતા કહ્યું કે, "મસ્જિદોમાં લગાવવામાં આવેલા લાઉડસ્પીકર ગેરકાયદેસર છે. જે કાયદો હિન્દુઓને લાગુ પડે છે તે મુસ્લિમોને પણ લાગુ થવો જોઈએ. અમારા તહેવારો પર રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકર બંધ થઈ જાય તો કેમ નહીં. મસ્જિદો દિવસમાં પાંચ વખત લાઉડસ્પીકર વગાડવાનું તેમના પિતાનું પાકિસ્તાન નથી.” રાજ ઠાકરેના આ નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ફરી એકવાર ધર્મ અને સાંપ્રદાયિકતાના મુદ્દે ચર્ચા છેડાઈ છે.

રાજ્યની આ ચૂંટણીમાં મહાયુતિ (ભાજપ, એનસીપી અજિત પવાર, શિવસેના એકનાથ શિંદે) તેમ જ મહાવિકાસ આઘાડી (એનસીપી શરદ પવાર, શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે, કૉંગ્રેસ) ગઠબંધન (Maharashtra Assembly Elections 2024) સાથે ચૂંટણી લડવાના છે તેમ જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સ્વતંત્ર ચૂંટણી લડવાના છે. જોકે મહાયુતિના અનેક નેતાઓએ રાજ ઠાકરે અને તેમના પક્ષના ઉમેદવારોને ચૂંટણીમાં ટેકો આપવાનું સત્તાવાર નિવેદન આપ્યું છે.

maharashtra assembly election 2024 raj thackeray samajwadi party abu azmi maharashtra navnirman sena bharatiya janata party maha vikas aghadi political news jihad