કુર્લા બસ-ઍક્સિડન્ટમાં વધુ એકનું મોત

17 December, 2024 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુર્લા-વેસ્ટમાં એસ. જી. બર્વે માર્ગ પર ગયા સોમવારે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસ બેદરકારીપૂર્વક ચલાવવાને લીધે ૭ જણનાં મૃત્યુ થયાં હતાં અને ૪૯ લોકો ઘાયલ થયા હતા

કુર્લા બસ-ઍક્સિડન્ટ

કુર્લા-વેસ્ટમાં એસ. જી. બર્વે માર્ગ પર ગયા સોમવારે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસ બેદરકારીપૂર્વક ચલાવવાને લીધે ૭ જણનાં મૃત્યુ થયાં હતાં અને ૪૯ લોકો ઘાયલ થયા હતા. જોકે આ ઘાયલોમાંથી પંચાવન વર્ષના ફઝલુ રહેમાનનું ગઈ કાલે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આમ હવે એ દુર્ઘટનામાં જીવ ગુમાવનારોની સંખ્યા આઠ પર પહોંચી ગઈ છે. આ દુર્ઘટના વખતે ૫૪ વર્ષના ડ્રાઇવર સંજય મોરેએ રાહદારીઓ સાથે ઘણાં વાહનોને પણ અડફેટે લીધાં હતાં. પોલીસે સંજય મોરેની ધરપકડ કરી હતી, હાલ તે પોલીસ-કસ્ટડીમાં છે.

kurla brihanmumbai electricity supply and transport road accident mumbai police mumbai news mumbai news