20 November, 2022 08:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)એ છત્રપતિ શિવાજી મહારાજ પર કરેલી ટિપ્પણીને લઈને રાજ્યનું રાજકારણ ગરમાવા લાગ્યું છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અજિત પવારે (Ajit Pawar) રવિવારે કહ્યું હતું કે “ભગતસિંહ કોશ્યારીએ રાજ્યપાલનું પદ છોડવાનું વિચારવું જોઈએ જો તેઓ રાજ્ય અને મહાન યોદ્ધા રાજા છત્રપતિ શિવાજી મહારાજની ભાવનાઓને સમજી શકતા નથી.”
ભાજપે સુધાંશુ ત્રિવેદીને કાઢી મૂકવો જોઈએઃ NCP
NCPએ ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીને તેમની ટિપ્પણીઓ દ્વારા શિવાજી મહારાજનું અપમાન કરવા બદલ કાઢી મૂકવાની પણ માગ કરી હતી.
જાણો ભગતસિંહ કોશ્યારીએ શું કહ્યું હતું
રાજ્યમાં પ્રતીકો વિશે વાત કરતી વખતે બાબાસાહેબ આંબેડકર અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો ઉલ્લેખ કરતા ભગત સિંહ કોશ્યારીએ શનિવારે કહ્યું કે “છત્રપતિ શિવાજી મહારાજ જૂના દિવસોના પ્રતીક હતા.” એનસીપી અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ કોશ્યારીની ટિપ્પણીની ટીકા કરી હતી. કોશ્યારીએ ઔરંગાબાદમાં એક કાર્યક્રમમાં બીજેપીના વરિષ્ઠ નેતા ગડકરી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારને ડીલીટની ડિગ્રી એનાયત કર્યા બાદ આ ટિપ્પણી કરી હતી.
પીએમ મોદીએ કોશ્યારીની ટિપ્પણી પર ધ્યાન આપવું જોઈએ
અજિત પવારે કહ્યું કે “કોશ્યારી માટે રાજ્યપાલ તરીકે તેમના પદ પર ચાલુ રાખવા પર પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે. છત્રપતિ શિવાજી મહારાજ સ્વાર્થ માટે નહીં પણ લોકોના કલ્યાણ માટે સત્તાનો ઉપયોગ કરવા માટે એક મહાન આદર્શ હતા.” રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતાએ એમ પણ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોશ્યારીની ટિપ્પણી પર ધ્યાન આપવું જોઈએ.
આ પણ વાંચો: સેન્ટ્રલ રેલવે પર 27 કલાક લાંબા મેગાબ્લોક વચ્ચે થાણે સ્ટેશન પર ભીડ, જુઓ તસવીરો