ભારતને શરિયા કાયદા હેઠળ લાવવા બિન-મુસ્લિમને નિશાન બનાવશે આઇએસઆઇએસ

11 November, 2023 10:52 AM IST  |  Mumbai | Faizan Khan

એનઆઇએએ દાખલ કરેલી ચાર્જશીટ દર્શાવે છે કે યુવાનોને કટ્ટરપંથી બનાવે છે આ આતંકવાદી સંગઠનના સભ્યો

ભારતને શરિયા કાયદા હેઠળ લાવવા બિન-મુસ્લિમને નિશાન બનાવશે આઇએસઆઇએસ


મુંબઈ ઃ પુણે આઇએસઆઇએસ મૉડ્યુલના ૭ મેમ્બર વિરુદ્ધ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા હાલમાં જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ગ્રુપને બિન-મુસ્લિમ લોકોને દૂર કરવા વિવિધ પ્રક્રિયા પર કામ કરતા અને તેમના પર હુમલા કરવાની યોજના કરવામાં સંડોવણી કરતા તરીકે જોવામાં આવે છે. દસ્તાવેજ પ્રમાણે આરોપીઓનું લક્ષ્ય દેશમાં શરિયા કાયદો સ્થાપિત કરવા મુસ્લિમ યુવાનોને પ્રેરણા આપવાનું છે. તેઓ દેશમાં એવો પ્રચાર કરે છે કે ઇસ્લામમાં લોકશાહી એ ‘હરામ’ છે અને એથી જ આઇએસઆઇએસ શરિયા સાથે વળગી રહેવા માગે છે, જેથી આ ગ્રુપ તમામ મુસ્લિમને આઇએસઆઇએસના સમર્થનમાં આવવા માગ કરે છે. ચાર્જશીટમાં એ પણ દર્શાવાયું છે કે હાલમાં આ ગ્રુપે મુસ્લિમોના તોળાને પ્રેરણા આપી જેથી મુસ્લિમ યુવાનોને હિંસા માટે ઉશ્કેરી શકાય અને ધાર્મિક તાણનું વાતાવરણ ઊભું કરી શકાય. ચાર્જશીટમાં કેટલાક નિર્ણાયક સાક્ષીનાં નિવેદનો પણ છે, જેમાં ખુલાસો કરાયો છે કે એનઆઇએ દ્વારા ધરપકડ કરાયેલા આઇએસઆઇએસના મેમ્બરનું જ પ્લાનિંગ હતું. 

mumbai news maharashtra news gujarati mid-day