16 March, 2023 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવાર
મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારના કર્મચારીઓની હડતાળને પગલે આરોગ્ય મશીનરી ખોરવાઈ ગઈ છે તેમ જ અન્ય આવશ્યક સેવાઓ પર પણ એની અસર પડી છે એમ રાજ્ય વિધાનસભામાં બોલતાં વિરોધ પક્ષના નેતા અજિત પવારે ગઈ કાલે હડતાળનો અંત આણવા સરકારને મધ્યસ્થી કરવા જણાવીને કહ્યું હતું કે ‘બે દિવસમાં આરોગ્ય મશીનરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. એચ૩એન૨ ફ્લુના કેસ વધી રહ્યા છે અને હડતાળથી સામાન્ય માનવીઓ અસરગ્રસ્ત છે તથા હૉસ્પિટલોમાં ૧૫૦ જેટલી સર્જરી પેન્ડિંગ છે. કમોસમી વરસાદને કારણે થયેલા પાકના નાશના પંચનામાની પ્રક્રિયા પણ હડતાળને કારણે અટકી ગઈ છે. આ ઉપરાંત હડતાળને કારણે વહીવટી તંત્ર, શિક્ષણ, આરોગ્ય અને અન્ય આવશ્યક સેવાઓ પર પણ અસર પડી છે.’