15 February, 2025 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હર્ષવર્ધન સપકાળ, નાના પટોલે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમો પરાજય થયા બાદ કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષપદેથી નાના પટોલેએ રાજીનામું આપવાની તૈયારી બતાવ્યા બાદ કોને પ્રદેશાધ્યક્ષ બનાવવા એને લઈને છેલ્લા બે મહિનાથી પાર્ટીમાં રસ્સીખેંચ ચાલી રહી હતી જેનો ગઈ કાલે અંત આવ્યો હતો.
આમ તો અમિત દેશમુખ, સતેજ પાટીલ, વિશ્વજિત કદમ જેવા નેતાઓનાં નામ નાના પટોલેની જગ્યા લેવા માટે ટોચ પર હતાં; પણ ગ્રૅન્ડ ઓલ્ડ પાર્ટીએ ગાંધી પરિવારની નજીકના માનવામાં આવતા હર્ષવર્ધન સપકાળને પ્રદેશાધ્યક્ષ બનાવ્યા છે. આની સાથે વિજય વડેટ્ટીવારની વિધિમંડળના નેતાના પદે નિમણૂક કરવામાં આવી છે. ૧૯૬૮માં જન્મેલા કૉન્ગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય હર્ષવર્ધન સપકાળ અખિલ ભારતીય કૉન્ગ્રેસ કમિટીના રાષ્ટ્રીય સચિવ છે. ગાંધી પરિવારમાં રાહુલ ગાંધી સાથે તેમને બહુ સારા સંબંધ હોવાથી પાર્ટીએ તેમને મહારાષ્ટ્રના અધ્યક્ષ બનાવ્યા હોવાનું કહેવાય છે.