27 September, 2024 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હાજી અલી દરગાહ (ફાઇલ તસવીર)
મુંબઈમાં ફરી એક વખત ધાર્મિક સ્થળને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Haji Ali Dargah gets Bomb Threat) આપવામાં આવી હતી. ગઇકાલે સાંજે એક અજાણ્યા વ્યક્તિએ ફોન પર આ ધમકી આપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેને પગલે હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી તેની શોધ કરવામાં આવી રહી છે.
મુંબઈની પ્રખ્યાત હાજી અલી દરગાહને (Haji Ali Dargah gets Bomb Threat) બોમ્બની ધમકી મળતા હોબાળો મચી ગયો હતો. 26 સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ એક અજાણ્યા કોલરે ફોન કરીને બોમ્બની ધમકી આપી હતી. તે બાદ હાજી અલી દરગાહ પ્રશાસને તાત્કાલિક મુંબઈ પોલીસને આ બાબતે જાણ કરી હતી. મુંબઈ પોલીસે ઘટનાને ગંભીરતાથી લીધી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે દરગાહ સ્થળ પર પહોંચી. જોકે, તેઓને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
મુંબઈ પોલીસને (Haji Ali Dargah gets Bomb Threat) ટાંકીને એએનઆઈના અહેવાલ મુજબ, હાજી અલી દરગાહ પ્રશાસનને 26 સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યે એક ફોન આવ્યો હતો. આ વખતે અન્ય વ્યક્તિએ તેનું નામ પવન જણાવ્યું હતું. આ પછી તેણે હાજી અલી દરગાહને લાઈવ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. તેણે આ દરગાહ વિશે દુર્વ્યવહાર અને કેટલીક વાંધાજનક ટિપ્પણીઓ પણ કરી હતી.
દરમિયાન, આ મામલે હવે મુંબઈ પોલીસે (Haji Ali Dargah gets Bomb Threat) અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. વાસ્તવમાં, આ પહેલીવાર નથી જ્યારે મુંબઈમાં બોમ્બની આ પ્રકારની ધમકી આપવામાં આવી હોય. થોડા દિવસ પહેલા જ મુંબઈ પોલીસને મુંબઈની તાજ હોટેલ અને એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી બાદ પોલીસ પ્રશાસને તાજ હોટલ અને એરપોર્ટની તપાસ કરી હતી. જોકે, કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.
આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં પણ બોમ્બે ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને (Haji Ali Dargah gets Bomb Threat) મેસેજ મળ્યો હતો કે મુંબઈમાં છ જગ્યાએ બોમ્બ મુકવામાં આવ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને આવો જ એક ફોન આવ્યો હતો. તે સમયે પણ મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટનો ખતરો હતો. આવા ખોટા ફોન કરી મુંબઈ સહિત દેશભરમાં અનેક પ્રખ્યાત અને ભીડવાળા પબ્લિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાના કિસ્સામાં મોટો વધારો આવ્યો છે. આ સાથે અનેક વખત મુંબઈ સહિત દિલ્હીની અનેક શાળાને પણ બોમ્બની ધમકી મળી ચૂકી છે.
તેમ જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બૉમ્બ બ્લાસ્ટ (Haji Ali Dargah gets Bomb Threat) કરવાની ધમકી આપવામાં આવી હતી. આ બોબ્મની ધમકી આપવા બદલ મુંબઈ પોલીસે ગુજરાતથી એક 32 વર્ષના એન્જિનિયરની ધરપકડ કરી હતી. આ એન્જિનિયરે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્નમાં બૉમ્બની ધમકી અંગેની પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી હતી જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી.