GFF 2024: BKCમાં શરૂ થયેલી આ ભવ્ય ઈવેન્ટ કેમ છે ખાસ, પીએમ મોદી પણ આપશે હાજરી

28 August, 2024 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Global Fintech Fest 2024: આ ઈવેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટના રોજ GFFનું સંબોધન કરશે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડજર્ની)

ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF), પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI), નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને ફિનટેક કન્વર્જન્સ કાઉન્સિલ (FCC) દ્વારા આયોજિત વાર્ષિક ફિનટેક કોન્ફરન્સ 28 ઓગસ્ટ 2024 ના રોજ મુંબઈલો બીકેસીમાં (Global Fintech Fest 2024) આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર યોજવાનો છે. ચાર વર્ષ પહેલાં શરૂ થયેલા ફિનટેક લેન્ડસ્કેપમાં વિશ્વની સૌથી મોટી ફિનટેક કોન્ફરન્સ અને સૌથી મોટા વિચાર નેતૃત્વ પ્લેટફોર્મ છે. આ વર્ષનું GFF 28 થી 30 ઓગસ્ટ સુધી શરૂ રહેવાનો છે "આગામી દાયકામાં ફાયનાન્સ માટેનો બ્લુપ્રિન્ટ: રિસ્પોન્સેબલ AI, સમાવેશી, સ્થિતિસ્થાપક" આ ઇવેન્ટમાં 800 થી વધુ વક્તાઓ લોકોને સંબંધિત કરવાના છે. જેમાં નીતિ નિર્માતાઓ, નિયમનકારો અને 300 થી વધુ ફિનટેકના ફાઉન્ડર્સ પણ અહીં હાજર રહેવાના છે. તેમ જ આ ઈવેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટના રોજ GFFનું સંબોધન કરશે. PMનું સંબોધન સવારે 10:30 થી 12:30 PM સુધી થવાનું છે.

મુંબઈ ટ્રાફિક પોલીસે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ રહેલા GFF 2024 ને (Global Fintech Fest 2024) ધ્યાનમાં રાખીને બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ની આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિકને કારણે એડવાઇઝરી જાહેર કરી છે. GFF 2024 ને લીધે શહેરની ટ્રાફિકના માર્ગમાં બદલાવ પણ કરવામાં આવ્યો છે એમ ટ્રાફિક પોલીસે સૂચના આપી છે. 28 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી આયોજિત કરવામાં આવેલા આ હાઈ પ્રોફાઈલ ઈવેન્ટમાં મોટા પ્રમાણમાં લોકો આવતા વિસ્તારમાં નોંધપાત્ર ભીડ આવવાની ધારણા છે, જે વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર પેદા કરશે.

ટ્રાફિક પોલીસ દ્વારા આ વિસ્તારમાં આવનાર લોકોને સલાહ આપવામાં આવી છે કે 30 ઓગસ્ટ સુધી સવારે નવ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી BKCમાં ભારે ભીડને કારણે ટ્રાફિકની સમસ્યા (Global Fintech Fest 2024) સર્જાવવાની શક્યતા છે જેના કારણે આ વિસ્તારમાંથી પસાર થતા લોકો માટે મુસાફરીનો સમય લાંબો થઈ શકે છે. આ ઈવેન્ટને કારણે લોકોને આ કલાકો દરમિયાન BKC માર્ગને બદલે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે. આ વૈકલ્પિક માર્ગમાં જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ (JVLR), સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ (SCLR), અને ઇસ્ટર્ન ફ્રીવે વગેરેનો સમાવેશ છે.

અધિકારીઓ ટ્રાફિકનું સંચાલન (Global Fintech Fest 2024) કરવા અને ભીડને ઘટાડવા માટે કામ કરી રહ્યા છે. જો કે, લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની મુસાફરી માટે અગાઉથી જ વૈકલ્પિક માર્ગ વાપરવા માટે તૈયારીઓ રખવાનું આવાહન કરવામાં આવ્યું છે. તેમના પ્રવાસ માટે વધારાનો સમય ફાળવે અથવા જ્યાં શક્ય હોય ત્યાં જાહેર પરિવહનના વિકલ્પોને ધ્યાનમાં લે. આજે શરૂઆતમાં, ટ્રાફિક પોલીસે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભારે ટ્રાફિકને કારણે મુસાફરોને SCLR અને ઇસ્ટર્ન ફ્રીવે દ્વારા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી.

bandra kurla complex mumbai traffic police mumbai traffic mumbai news narendra modi