16 March, 2025 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચંદ્રપુર જિલ્લાના નાગભીડ તાલુકામાં ઘોડઝરી તળાવ જાણીતું પિકનિક-સ્પૉટ છે. ધુળેટીની રજા પછી ચિમુર તાલુકાના ૬ મિત્રો ગઈ કાલે ઘોડઝરીમાં પિકનિક પર આવ્યા હતા. સાંજે ૪ વાગ્યે તેઓ તળાવમાં તરવા પડ્યા ત્યારે એમાંથી પાંચ જણનાં ડૂબી જવાથી મૃત્યુ થયાં હતાં. ફક્ત એક જણ બચી ગયો હતો. બે સગા ભાઈ જનક કિશોર ગાવંડે (૨૪ વર્ષ) અને યશ કિશોર ગાવંડે (૨૩ વર્ષ) સહિત અનિકેત યશવંત ગાવંડે (૨૮ વર્ષ), તેજસ બાલાજી ગાવંડે (૨૪ વર્ષ) અને તેજસ સંજય ઠાકરે (૧૬ વર્ષ)ના મૃતદેહ મળી આવ્યા હતા. એકસાથે પાંચ યુવાનોનાં મોત થવાથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.