મહારાષ્ટ્ર સીએમ ફડણવીસનું મોદીની વાતને સમર્થનઃ બાઈક પર પહોંચ્યા વિધાન ભવન

14 May, 2026 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Fadnavis Bike Ride: પ્રધાનમંત્રી મોદીના કરકસરના આહ્વાનને સમર્થન આપતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના વિધાન ભવન સુધી બાઈક સવારી કરી હતી, મંત્રી આશિષ શેલાર તેમની સાથે પાછળની સીટ પર સવાર થયા હતા

મુંબઈમાં બાઈક રાઇડ કરી રહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ અને મંત્રી આશિષ શેલાર (તસવીર સૌજન્યઃ મિડ-ડે)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્વારા કરકસરના પગલાં ભરવા અને ઈંધણ સંચાલિત વાહનો પરની નિર્ભરતા ઘટાડવા માટે કરવામાં આવેલી અપીલને પગલે, મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ ગુરુવારે તેમના સત્તાવાર નિવાસસ્થાન `વર્ષા` (Varsha)થી વિધાન ભવન (Vidhan Bhavan) સુધી બાઈક રાઈડ કરીને ગયા હતા.

દેવેન્દ્ર ફડણવીસ બાઈક રાઈડ કરી પહોંચ્યા વિધાન ભવન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરકસરના આહ્વાનને સમર્થન આપતા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિધાન ભવનમાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં હાજરી આપવા આજે સવારે, બાઈક સવારી કરીને વિધાન ભવન પહોંચ્યા હતા. રોયલ એનફિલ્ડ ક્લાસિક ૩૫૦ (Royal Enfield Classic 350) પર મુસાફરી કરી હતી. ભાજપના નેતા આશિષ શેલાર (Ashish Shelar) આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીની પાછળની સીટ પર સવાર જોવા મળ્યા હતા. તેઓએ પણ આ પ્રતીકાત્મક પહેલમાં જોડાઈને પ્રધાનમંત્રીના કરકસર અને ઈંધણ બચાવવાના સંદેશને સમર્થન આપ્યું હતું. આ દ્રશ્યો સોશિયલ મીડિયા (Social Media) પર અને વિધાન ભવન પરિસરમાં ખૂબ ચર્ચામાં રહ્યા હતા.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનની આ બાઈક સવારી (Fadnavis Bike Ride)ના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી પ્રસારિત થયા અને ઇન્ટરનેટ પર વાયરલ (Viral Videos) થયા હતા. આ દ્રશ્યોમાં જ્યારે ફડણવીસ અને શેલાર વિધાન ભવનના પરિસરમાં પ્રવેશ્યા ત્યારે બંને લીલા રંગના હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા હતા. અન્ય વીડિયો ક્લિપ્સમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મુંબઈના ટ્રાફિક વચ્ચે પણ ખૂબ જ સહજતાથી મોટરસાઇકલ ચલાવતા નજરે પડ્યા હતા.

મુખ્યમંત્રી દ્વારા અપનાવવામાં આવેલા પરિવહનના આ અસાધારણ માર્ગે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે કુતૂહલ જગાવ્યું હતું. આ અનોખા દ્રશ્યને નિહાળવા માટે અનેક લોકો રસ્તા પર થોભી ગયા હતા અને પોતાના મોબાઈલ ફોનમાં આ ક્ષણને કેદ કરવા માટે ઉત્સુક જણાયા હતા. મુખ્યમંત્રીને સામાન્ય નાગરિકની જેમ ટ્રાફિકમાં બાઈક ચલાવતા જોઈ લોકોમાં આશ્ચર્ય સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો.

મહારાષ્ટ્ર વિધાન પરિષદના નવા ચૂંટાયેલા સભ્યોએ વિધાન ભવનમાં શપથ લીધા

આજે, મુંબઈ સ્થિત વિધાન ભવન ખાતે મહારાષ્ટ્ર વિધાન પરિષદ (Maharashtra Legislative Council - MLC)ના દસ નવા ચૂંટાયેલા સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party - BJP)ના છ સભ્યોનો પણ સમાવેશ થાય છે. શપથ ગ્રહણ સમારોહના અવસરે મુખ્યમંત્રીએ બાઈક ચલાવીને પર્યાવરણ જાળવણી અને કરકસરનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો.

શપથ લેનારાઓમાં શિવસેના (Shiv Sena)ના નીલમ ગોરહે (Neelam Gorhe), બચ્ચુ કડુ (Bachchu Kadu) તરીકે જાણીતા ઓમપ્રકાશ કડુ (Omprakash Kadu), શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના અંબાદાસ દાનવે (Ambadas Danve) અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (Nationalist Congress Party)ના ઝીશાન સિદ્દીકી (Zeeshan Siddique)નો સમાવેશ થાય છે. આ અગ્રણી નેતાઓએ વિધાન પરિષદના સભ્ય તરીકે પોતાના પદના શપથ લીધા હતા. મહારાષ્ટ્ર વિધાન પરિષદના નવનિયુક્ત સભ્યોના આ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરી જોવા મળી હતી.

devendra fadnavis vidhan bhavan marine drive ashish shelar narendra modi bharatiya janata party petrol diesel price maharashtra news maharashtra mumbai mumbai news