30 January, 2024 08:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ-પૂણે એક્સપ્રેસ વેની ફાઇલ તસવીર
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર વરસાદની સીઝનમાં ભેખડ ધસી પડવાનો ડર હોવાથી અને એનાથી અકસ્માત, જાનમાલનું નુકસાન થવાની સંભાવના હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ એ ભેખડને લોખંડની જાળી (ગૅન્ટ્રી) લગાડી એના પર સિમેન્ટનો થર ચડાવાય છે જેથી વરસાદમાં ભેખડ ધસી ન પડે અને અકસ્માત ન થાય.
આજે ખંડાલા પાસે એ ઇન્ટેલિજેન્ટ ટ્રાન્સપોર્ટ મૅનેજમેન્ટ સિસ્ટમ હેઠળ ખંડાલાની હદમાં કિમી ૬૩ પાસે અને વાડગાવની હદમાં કિમી ૭૩.૨૫૦ પાસે બપોરે ગૅન્ટ્રી લગાડવાનું કામ હાથ ધરાવાનું છે એટલે બપોરે ૧૨થી ૨.૦૦ની વચ્ચે મુંબઈથી પુણે જતી લેનનાં વાહનોને પસાર થવા પર બંધી ફરમાવાઈ છે. મોટરિસ્ટ અને હેવી વેહિકલ્સે પુણે જવા માટે ૫૪ કિલોમીટર પર આવેલા કુસગાવ પાસેથી જૂના મુંબઈ-પુણે રોડ પર ડાઇવર્ટ કરવાનાં રહેશે. એથી વાહનચાલકોએ આ ગોઠવણને આધારે તેમનો પ્રવાસ કરવાનો હોવાથી એ પ્રમાણેનું આયોજન કરે એમ એક્સપ્રેસવે ઑથોરિટીએ જણાવ્યું છે.