21 January, 2025 01:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિનેશ વાઘમારે
મહારાષ્ટ્ર રાજ્યના નવા ચૂંટણી કમિશનર તરીકે વરિષ્ઠ સનદી અધિકારી દિનેશ વાઘમારેની ગઈ કાલે નિયુક્તિ કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના નામની ભલામણ કરી હતી જેને રાજ્યપાલ સી. પી. ગોપાલકૃષ્ણને મંજૂરી આપી હતી. દિનેશ વાઘમારે ૧૯૯૪ બૅચના ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઑફિસર છે. તેઓ અત્યારે રાજ્યના એનર્જી વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી છે. રાજ્યના નવા ચૂંટણી-કમિશનરની નિયુક્તિ પાંચ વર્ષ માટે કરવામાં આવી છે એટલે રાજ્યની મહાનગરપાલિકાઓથી લઈને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીની જવાબદારી તેમના પર રહેશે.