યુદ્ધની અસર પ્લાસ્ટિકની બંગડીઓના ઉત્પાદનનેઃ ૨૩ માર્ચથી મુંબઈમાં ફૅક્ટરીઓ બંધ કરવાનો નિર્ણય

18 March, 2026 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધને પગલે પેટ્રોકેમિકલ્સ પ્રોડક્ટ્સના ભાવ વધી રહ્યા હોવાથી આ નિર્ણય લેવાની ફરજ પડી

પ્રતીકાત્મક તસવીર

ઑલ ઇન્ડિયા પ્લાસ્ટિક બૅન્ગલ્સ મૅન્યુફૅક્ચરર્સ અસોસિએશનની તાજેતરમાં મળેલી કાર્યવાહક સમિતિની બેઠકમાં ૨૩ માર્ચથી મુંબઈમાં પ્લાસ્ટિક બંગડી બનાવતી તમામ ફૅક્ટરીઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધને પગલે પેટ્રોકેમિકલ્સ પ્રોડક્ટ્સના ભાવ વધી રહ્યા હોવાથી આ નિર્ણય લેવાની ફરજ પડી હોવાનું અસોસિએશનના પ્રમુખ ઈશ્વર પડિયાએ જણાવ્યું હતું. યુદ્ધને પરિણામે પ્લાસ્ટિક ઉદ્યોગ અને એની સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગના ૧૦,૦૦૦ જેટલા કામદારોને ફટકો પડ્યો છે. અસોસિએશન ઉદ્યોગમંત્રાલય અને સંલગ્ન વિભાગ સાથે આ સમસ્યા વિશે તથા પ્લાસ્ટ‌િક બંગડી પર ઝીરો ટકા અથવા તો ૩ ટકા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) લગાડવાની જૂની માગણી પર ફરી રજૂઆત કરશે, જો માગણી નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની તૈયારી બતાવી છે.

mumbai news mumbai middle east crisis iran israel united states of america goods and services tax