રસ્તા કૉન્ક્રીટના બનાવવાનું કામ રાત્રે કરવાની IIT નિષ્ણાતોની સલાહ

30 April, 2024 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિવાય આ રસ્તા ૧૦ વર્ષ નહીં પણ ૨૦ વર્ષની અવધિ સુધી ટકી રહે એ માટે ઉપયોગમાં લેવામાં આવનારા મટીરિયલની ગુણવત્તા જાળવવાની સલાહ આપવામાં આવી હતી.

ફાઇલ તસવીર

મુંબઈ શહેરમાં રોડને કૉન્ક્રીટના બનાવવા માટે કયા પ્રકારની ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવો જોઈએ એ મુદ્દે સુધરાઈએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) મુંબઈના નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી અને તેમણે વિવિધ મુદ્દે ખૂબ જ ઉપયોગી સૂચનો કર્યાં હતાં. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સુધરાઈએ કૉન્ક્રીટના રોડ બનાવવાનું કામ દિવસના બદલે રાત્રે કરવું જોઈએ. એક તરફ મુંબઈમાં ભેજવાળું વાવાતરણ હોય છે અને ટ્રાફિક જૅમ રહે છે આથી દિવસે કામ કરવામાં આવે તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એમ છે. મુંબઈમાં જે રોડ કૉન્ક્રીટના બને એમાં પૉલિમર કૉન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવે એવું પણ નિષ્ણાતોએ જણાવ્યું હતું. આ સિવાય આ રસ્તા ૧૦ વર્ષ નહીં પણ ૨૦ વર્ષની અવધિ સુધી ટકી રહે એ માટે ઉપયોગમાં લેવામાં આવનારા મટીરિયલની ગુણવત્તા જાળવવાની સલાહ આપવામાં આવી હતી.

mumbai news indian institute of technology brihanmumbai municipal corporation