શું રંધાઈ રહ્યું છે?

27 March, 2023 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એમએનએસના સુપ્રીમો રાજ ઠાકરેને મળતાં નવાં સમીકરણોની ચર્ચા જોરમાં

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એમએનએસના સુપ્રીમો રાજ ઠાકરેને મળતાં નવાં સમીકરણોની ચર્ચા જોરમાં

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા ઉદ્ધવ ઠાકરે હાલ માલેગાંવમાં જનસભા માટે ગયા હતા ત્યારે નવાં રાજકીય સમીકરણો ઘડાઈ રહ્યાં હતાં. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને મળવા માટે તેમના દાદરના ઘરે ગયા હતા. રાજ ઠાકરેએ એમએનએસની ગૂઢી પાડવાની રૅલીમાં માહિમ નજીક સમુદ્રમાં બાંધકામ અને સાંગલીની મસ્જિદના ગેરકાયદે બાંધકામ મામલે રાજ્ય સરકારને ચેતવણી આપી એના બીજા દિવસે જ રાજ્ય સરકારે મુંબઈ સુધરાઈને આદેશ આપીને આ ગેરકાયદે બાંધકામ હટાવ્યું હતું. એકનાથ શિંદેએ બજેટસત્રના છેલ્લા દિવસે રાજ ઠાકરેનાં વખાણ કર્યાં હતાં. એકનાથ શિંદે રાજ ઠાકરેના ઘરે ગયા ત્યારે તેમણે શિંદેનું સ્વાગત કર્યુ હતું. આ બન્ને વચ્ચેની મુલાકાતના ટાઇમિંગને કારણે જાત-જાતના તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

mumbai mumbai news eknath shinde raj thackeray