છગન ભુજબળના હેલિકૉપ્ટરે લૅન્ડિંગ વખતે જીવ અધ્ધર કર્યા

12 April, 2026 07:24 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પાઇલટે હેલિપૅડને બદલે કાર-પાર્કિંગમાં ચૉપર લૅન્ડ કર્યું

હેલિકૉપ્ટર હેલિપૅડને બદલે પાર્કિંગ-એરિયામા ઊતરતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

રાજ્યના ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાય મિનિસ્ટર છગન ભુજબળ ગઈ કાલે મહાત્મા ફુલે જયંતી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા હેલિકૉપ્ટરમાં પુણે ગયા હતા. જોકે હેલિકૉપ્ટર ખાનવડી ગામના હેલિપૅડ પર લૅન્ડ થવાને બદલે કાર-પાર્કિંગ માટેની ખુલ્લી જગ્યામાં લૅન્ડ થયું હતું જેને કારણે થોડો વખત હો-હા મચી ગઈ હતી, કારણ કે એનાથી થોડે જ દૂર અનેક કાર પાર્ક થયેલી હતી. 

પોલીસે તરત જ દરમ્યાનગીરી કરીને પાઇલટને હેલિપૅડની ચોક્કસ જગ્યા દર્શાવ્યા બાદ હેલિકૉપ્ટર ત્યાં શિફ્ટ ‍કરવામાં આવ્યું હતું. છગન ભુજબળે પણ ત્યાર બાદ નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. 

જોકે આ ઘટના બાદ ઑથોરિટી દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ઑફિસરો ચકાસણી કરશે કે હેલિપૅડનું માર્કિંગ પ્રૉપર થયું હતું કે નહીં? શું કોઈ ટેક્નિકલ ઇશ્યુ હતો કે પછી પાઇલટ દ્વારા ભૂલથી મિસજજમેન્ટ થયું હતું. આ ઘટનાને લઈને VIP મૂવમેન્ટને લઈને જળવાતા સેફ્ટી પ્રોટોકૉલ અને કો-ઑર્ડિનેશન બાબતે સવાલ ઊભા થયા છે. ઑફિસરોનું કહેવું હતું કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને એ માટે સાવચેતીનાં પગલાં લેવાશે.

chhagan bhujbal maharashtra government maharashtra news maharashtra pune pune news