16 January, 2023 08:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
વર્ષ 2023 મુંબઈકર્સ માટે મોટી રાહત લઈને આવ્યું છે. આ મહિનાથી જ લોકોને રસ્તા પર નડતો ટ્રાફિક જામ અને લોકલ ટ્રેનની (Mumbai Local Train) ભીડમાંથી રાહત મળી શકે છે. ઉપનગરમાંથી મધ્ય મુંબઈ સુધીનો લોકોનો પ્રવાસ સરળ થઈ જશે. વર્ષના અંત સુધી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (Western Express Highway) સહિત ઉપનગરના રસ્તા પરનું ટ્રાફિક ઘણી હદે ઘટવાની આશા છે. આનું મુખ્ય કારણ મેટ્રોની ત્રણ લાઈન પર સેવા શરૂ થવાની છે. 2023માં ઉપનગર વચ્ચે 56 કિમીના પરિસરમાં મેટ્રોનું સંચાલન શરૂ થઈ જશે. 56માંથી 46 કિમીના રસ્તે મેટ્રો આ અઠવાડિયાથી શરૂ થઈ જશે. મેટ્રોના શરૂ થતા જ લોકો પાસે સાર્વજનિક આવાગમન માટે વધુ એક વિકલ્પ ઉપલબ્ધ થઈ જશે. આની સીધી અસર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પડશે. એમએમઆરડીએએ આખા રૂટ પર મેટ્રોના દોડવા પર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેનું ટ્રાફિક લગભગ 20થી 25 ટકા ઘટવાનું અનુમાન લગાડ્યું છે.
ત્રણ નવી લાઈનની ભેટ
મેટ્રો-7 અને મેટ્રો-2એ કૉરિડોરનું નિર્માણ કાર્ય પૂરું થઈ ચૂક્યું છે. 35 કિમીના માર્ગ પર મેટ્રોને દોડાવવા માટે એમએમઆરડીએને મેટ્રો-7 અને મેટ્રો-2એ કૉરિડોરના આખા રૂટને રેલ સુરક્ષા કમિશનર સીઆરએસ (કમિશનર ઑફ રેલવે સેફ્ટી)નું સર્ટિફિકેટ મળ્યું છે. 20 જાન્યુઆરીથી સામાન્ય પ્રવાસીઓ માટે મેટ્રોના દ્વાર ખુલી જશે. મેટ્રો-7 અને મેટ્રો-2એથી રોજિંદા લગભગ 3થી 4 લાખ પ્રવાસીઓના પ્રવાસ કરવાનું અુમાન છે. આમાંથી મોટાભાગના પ્રવાસીઓ બેસ્ટની બસ અને લોકલ ટ્રેનમાંથી રોજિંદો પ્રવાસ કરવાવાળા છે. જણાવવાનું કે 2014થી ઘાટકોપરથી વર્સોવા વચ્ચે દોડતી મેટ્રો-1 કૉરિડોરથી દરરોજ 3.5 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા છે.
લગભગ 11 કિમી લાંબા મેટ્રો-1 કૉરિડોરના પ્રવાસીઓને મુંબઈ મેટ્રો-7 અને મેટ્રો-2 તરફ લાવવા માટે બન્ને કૉરિડોરને એફઓબી દ્વારા કનેક્ટ કરી દેવામાં આવ્યા છે. તો, આ વર્ષના અંત સુધી મુંબઈની પહેલી ભૂમિગત મેટ્રોના લગભગ 10 કિમીના માર્ગ પર પણ મેટ્રો દોડવા માંડશે. એમએમઆરસીએલે મેટ્રો-3 કૉરિડોરના સીપ્ઝથી બીકેસી વચ્ચે ડિસેમ્બર 2023થી સેવા શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે. ડિસેમ્બર સુધી સેવા શરૂ કરવાના ટ્રાયલ રનની પ્રક્રિયા આરંભ થઈ ગઈ છે.
આ પણ વાંચો : Mumbai Metro: આ મહિને જ શરૂ થશે આ રૂટની સેવાઓ, આ રીતે બદલાશે મુંબઈકરનો પ્રવાસ
બેરિકેટ્સ હવે ખસેડાવા માંડ્યા
મેટ્રો-3 કૉરિડોરનું કામ 76 ટકા પૂરું કર્યા બાદ એમએમઆરસીએલે રોડ પરથી બેરિકેટ્સ ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એમએમઆરસીએલ વર્ષના અંત સુધી રસ્તા પર રાખવામાં આવેલા 80 ટકાથી વધારે બેરિકેટ્સ ખસેડવાની છે. સીપ્ઝથી કફ પરેડથી મેટ્રો-3 કૉરિડોરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. લગભગ 33 કિલોમીટરના રસ્તા પર બેરિકેટટ રાખ્યા હોવાને કારણે લગભગ છ વર્ષથી વાહન ચાલકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. બેરિકેટના ખસેડાવાથી આ વર્ષે વાહનચાલકોને પણ રાહત થશે.
આ પણ વાંચો : Union Budget 2023 પહેલા નાણાંમંત્રીએ આપ્યા ખુશખબર, આ લોકોએ નહીં ભરવો પડે ટેક્સ
કામની ગતિ વધશે
મેટ્રો-7 અને મેટ્રો-2એ પર સેવા શરૂ થયા બાદ એમએમઆરડીએનું ફોકસ અન્ય મેટ્રો પ્રૉજેક્ટની ઝડપ વધારવાની રહેશે. ખાસ કરીને મેટ્રો-2એથી કનેક્ટ મેટ્રો-2બીની નિર્માણની ગતિ વધશે. નિર્માણ કાર્યની ઝડપ વધવાથી મેટ્રો-2બીના રસ્તા પર રાખવામાં આવેલા બેરિકેટ્સ પણ ખસવા માંડશે.