BJPએ મહારાષ્ટ્રમાં પક્ષને મજબૂત કરવા નવાં ૨૫૮ મંડલ બનાવ્યાં

21 April, 2025 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં ૪૭ મંડલ છે એમાં વધુ ૬૪ નવાં મંડલ સામેલ કરવામાં આવ્યાં: રાજ્યભરમાં કુલ મંડલની સંખ્યા ૧૨૨૧ થઈ

ભારતીય જનતા પાર્ટી (BJP)

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટી (BJP)એ મહાનગરપાલિકા સહિતની ચૂંટણીઓમાં પણ પોતાની તાકાત વધારવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. રાજ્યમાં સંગઠનને મજબૂત કરવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. BJP મહારાષ્ટ્ર પ્રદેશ સંગઠને રાજ્યમાં ૧૨૨૧ મંડલની સ્થાપના કરી છે. એમાંથી ૯૬૩ મંડલ અધ્યક્ષની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યમાં પહેલાં ૯૬૩ મંડલ હતાં એમાં નવાં ૨૫૮ મંડલ બનાવવામાં આવ્યાં છે.

BJPએ કોકણ-ઠાણે વિભાગમાં ૧૮૪ મંડલ, ઉત્તર મહારાષ્ટ્રમાં ૧૮૪ મંડલ, પશ્ચિમ મહારાષ્ટ્રમાં ૨૨૨ મંડલ, વિદર્ભમાં ૩૧૩ મંડલ, મરાઠવાડામાં ૨૦૭ મંડલ અને મુંબઈ વિભાગમાં ૧૧૧ મંડલ બનાવ્યાં છે. મુંબઈમાં પહેલાં માત્ર ૪૭ મંડલ હતાં એમાં નવાં ૬૪ મંડલ સામેલ કરવામાં આવ્યાં છે. આથી હવે મુંબઈમાં મંડલની સંખ્યા ૧૧૧ થઈ છે. ટૂંક સમયમાં આ નવાં મંડલના અધ્યક્ષોની જાહેરાત થશે.

mumbai news mumbai bharatiya janata party political news maharashtra political crisis