02 December, 2024 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાવસાહેબ દાનવે
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને પક્ષની ચૂંટણી સમિતિના પ્રમુખ રાવસાહેબ દાનવે ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. આ મુલાકાત બાદ પત્રકારોએ પૂછેલા સવાલના જવાબમાં રાવસાહેબ દાનવેએ કહ્યું હતું કે ‘પાંચમી ડિસેમ્બરે BJPના મુખ્ય પ્રધાનની શપથવિધિ થશે એ નક્કી છે અને એ માટેની તૈયારીઓ ચાલી રહી છે. એ પહેલાં વિધાનસભ્યોના નેતાની જાહેરાત કરવામાં આવશે. આજકાલમાં પક્ષની બેઠક થશે જેમાં આગામી મુખ્ય પ્રધાનનું નામ જાહેર થશે. અમારામાં કોઈ વાદવિવાદ નથી એથી આગામી મુખ્ય પ્રધાન બાબતે કોઈ પ્રશ્ન જ નથી. વરિષ્ઠો જ્યાં સુધી નેતાનું નામ જાહેર ન કરે ત્યાં સુધી અમે આ વિશે કંઈ જ ન બોલી શકીએ. કાર્યકરો તેમની ભાવના વ્યક્ત કરતા હોય છે, પણ એને માન્યતા નથી મળતી. લોહીથી પત્ર લખવાથી કોઈ મુખ્ય પ્રધાન ન બને.’
રાવસાહેબ દાનવેના એક કાર્યકરે તેમને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે એ માટે લોહીથી પત્ર લખ્યો હતો.