24 November, 2024 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર - અતુલ કાંબળે
વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ અત્યાર સુધીની તમામ ચૂંટણીમાં સૌથી વધુ ૧૩૨ બેઠકમાં વિજય મેળવીને પ્રચંડ સફળતા મેળવી છે ત્યારે મુંબઈમાં પણ BJPનો હાથ ઉપર રહ્યો છે. મુંબઈની ૩૬ બેઠકમાંથી BJPએ ૧૫, ઉદ્ધવસેનાએ ૧૦, શિંદેસેનાએ ૬, કૉન્ગ્રેસે ૩, સમાજવાદી પાર્ટીએ ૧ અને અજિત પવારની NCPએ એક બેઠક મેળવી છે. ૨૦૧૯માં BJPને મુંબઈમાં ૧૬ બેઠક મળી હતી, પણ આ વખતે વર્સોવા બેઠક ગુમાવી હોવા છતાં મુંબઈમાં BJPનો હાથ ઉપર રહેતાં દબદબો કાયમ રહ્યો છે. ઉદ્ધવ ઠાકરેને જોગેશ્વરી, ભાયખલા, વર્સોવા અને કાલિના બેઠકોનો ફાયદો થયો છે.