Baramati Training Aircraft Crash: બારામતીમાં ફરી વિમાનનો એક્સિડન્ટ! ટેકનિકલ ફેલ્યર થતાં ખેતરમાં થયું ક્રેશ

13 May, 2026 12:43 PM IST  |  Baramati | Gujarati Mid-day Online Correspondent

Baramati Training Aircraft Crash: ટેકઓફ કર્યાના થોડાક જ સમયમાં વિમાનમાં ટેકનિકલ ફેલ્યર થયું હતું અને વિમાન પાસેના ખેતરમાં ક્રેશ થઈ ગયું હતું.

પ્લેન ક્રેશની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. (PIC/ X)

Baramati Training Aircraft Crash: પૂણે જિલ્લાના બારામતીમાં એરપોર્ટ પાસે આજે ફ્રી એકવાર એક ટ્રેનિંગ વિમાનનો એક્સિડન્ટ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ટેકઓફ કર્યાના થોડાક્ જ સમયમાં વિમાનમાં ટેકનિકલ ફેલ્યર થયું હતું અને વિમાન પાસેના ખેતરમાં ક્રેશ થઈ ગયું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર આજે સવારે ટ્રેનિંગ સેશન દરમિયાન ટેકનિકલ ફેલ્યરને કારણે રેડબર્ડ ટ્રેનર એરક્રાફ્ટનું બારામતી ખાતે ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ટ્રેની પાયલટના વિમાનને સવારે લગભગ 8:40 વાગ્યે ગોજુબાવી ગામ નજીક ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેકનિકલ ફેલ્યરને કારણે રેડબર્ડ દ્વારા સંચાલિત એક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ (Baramati Training Aircraft Crash) થયું હતું. આ ઘટના બારામતી હવાઈ પટ્ટી વિસ્તારને અડીને આવેલા ગોજુબાવી ગામ પાસે બની હતી. જેના કારણે આ વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આજે સવારે સુમારે 8:40 વાગ્યે બનેલી આ ઘટનાથી સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા.

બહુ ઉપર નહોતું ઊડ્યું એરકક્રાફ્ટ

એરક્રાફ્ટ લેન્ડિંગ પહેલાં બહુ જ ઊંચાઇએ ઊડી રહ્યું હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે. પ્રત્યક્ષદર્શીઓ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર એરક્રાફ્ટ (Baramati Training Aircraft Crash) બહુ જ નીચે ઊડી રહ્યું હતું તેવે સમયે તેમાં ટેકનિક સમસ્યા સર્જાઈ હતી. ક્રેશ લેન્ડિંગની વાત કરવામાં આવે તો વિમાનની એક બાજુ જમીન પર અથડાઇ તે પહેલા લાઇટ પોલ સાથે તકરાયું હતું. એમ તેમણે જણાવ્યું હતું.

આ ઘટના સવારે 10:30થી 10:45ની વચ્ચે બની હતી. અમે પાસેના જ એક ખેતરમાં કામ કરી રહ્યા હતા. અચાનક એક વિમાન નીચે આવતું જોયું. ઉતરતી વખતે વિમાન સીધું આવીને જમીન પર અથડાયું ન હતું, પણ હવામાં ચક્કર ખાતું રહ્યું હતું અને પછી આ ખુલ્લી જગ્યામાં તૂટી પડ્યું હતું. સદનસીબે પાયલોટ વિમાનમાંથી સલામત રીતે બહાર નીકળી ગયા હતા.

ટ્રેઇની પાયલોટનો આબાદ બચાવ

પ્રાથમિક અહેવાલો (Baramati Training Aircraft Crash) અનુસાર તાલીમાર્થી પાયલટ સલામત રીતે બચી ગયો હતો અને તેને કોઈ મોટી ઈજા થઈ ન હતી. જોકે આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તપાસ ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. 

હવાઈ સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતા

અધિકારીઓએ જણાવ્યું હતું કે દુર્ઘટના પાછળનું કારણ નક્કી કરવા માટે એરક્રાફ્ટ (Baramati Training Aircraft Crash)ના કાટમાળનું વિગતવાર ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને લઈ જઇ રહેલ વિમાન ક્રેશ થયું હતું. તે દુર્ઘટનાના થોડા જ મહિનાઓ બાદ ફરી એકવાર આ ઘટના સામે આવતાં બારામતીમાં ઉડ્ડયન સલામતી તરફ પ્રશ્નો ઊભા થયા છે. અધિકારીએ ઉમેર્યું હતું કે, "આ મામલે જરૂરી તપાસ અને આગળની કાર્યવાહી ચાલી રહી છે" આ જ કંપનીના વિમાનો અગાઉ પણ જિલ્લામાં એક્સિડન્ટનો ભોગ બન્યા જ છે.

mumbai news mumbai maharashtra news maharashtra baramati plane crash