બાબા સિદ્દીકી કાંઈ સારો માણસ નહોતો, તેના પર MCOCA પણ લાગ્યો હતો : લૉરેન્સનો શૂટર

19 October, 2024 07:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાબા સિદ્દીકી કાંઈ સારો માણસ નહોતો, તેની સામે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્‍ડ ક્રાઇમ ઍક્ટ-MCOCA પણ લાગ્યો હતો

બાબા સિદ્દીકી

મથુરામાં હત્યાના કેસમાં પકડાયેલા લૉરેન્સ બિશ્નોઈના એક શૂટરે બેખોફ કૅમેરા સામે કહ્યું કે ‘બાબા સિદ્દીકી કાંઈ સારો માણસ નહોતો, તેની સામે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્‍ડ ક્રાઇમ ઍક્ટ-MCOCA પણ લાગ્યો હતો. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે એક મર્ડરકેસમાં મથુરા પોલીસ સાથે મળીને ગુરુવારે મથુરાથી બિશ્નોઈ ગૅન્ગના યોગેશ કુમારને ઝડપી લીધો હતો. એ યોગેશ કુમારે હવે કૅમેરા સામે કહ્યું છે કે ‘બાબા સિદ્દીકી કોઈ સારો માણસ નહોતો. તેના પર MCOCA લાગ્યો હતો. MCOCA કોઈ સામાન્ય માણસ પર નથી લાગતો. હવે કોઈ વચ્ચે આવશે તો કંઈ ને કંઈ તો થશે જ.’

mumbai mumbai news lawrence bishnoi baba siddique maharashtra news