ચાએ રિક્ષાવાળાનો જીવ બચાવ્યો

15 December, 2024 02:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાઈંદર-વેસ્ટમાં મેઇન રોડ પર શુક્રવારે બપોર બાદ એક મોટું અને જૂનું વૃક્ષ તૂટી પડ્યું હતું.

રિક્ષાચાલક શ્રીનિવાસ જાયસવાલ

ભાઈંદર-વેસ્ટમાં મેઇન રોડ પર શુક્રવારે બપોર બાદ એક મોટું અને જૂનું વૃક્ષ તૂટી પડ્યું હતું. આ વૃક્ષ એક રિક્ષાની ઉપર પડતાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રિક્ષાચાલક શ્રીનિવાસ જાયસવાલ ચા પીવા માટે રિક્ષામાંથી બહાર નીકળ્યો હતો એની ગણતરીની સેકન્ડમાં આ તોતિંગ વૃક્ષ તૂટી પડ્યું હતું. ચા પીવાની તલપે શ્રીનિવાસનો જીવ બચાવ્યો હોવાનું કહી શકાય.

bhayander news mumbai news mumbai