પક્ષના ભાગલા વિશે અજિત પવારે પહેલી વાર કહ્યું… શિવસેનાની સાથે જ NCPના ભાગલા કરવાનો પ્લાન હતો

15 November, 2024 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજિત પવારે શિવસેના અને NCPના એકસાથે જ ભાગલા કરવાનો પ્લાન કોણે બનાવ્યો હતો એ વિશે ખુલાસો નથી કર્યો. 

અજીત પવાર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર છ દિવસ બાકી છે અને દરેક રાજકીય પક્ષો અત્યારે પ્રચારની ચરમસીમાએ છે ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવારે ગઈ કાલે મહારાષ્ટ્રના રાજકારણના સૌથી મોટા પ્લાનનો ખુલાસો કર્યો હતો. અજિત પવારે કહ્યું હતું કે ‘૨૦૨૨ની ૩૦ જૂને શિવસેનામાં બળવો કરીને એકનાથ શિંદેએ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે સરકાર બનાવીને મુખ્ય પ્રધાનપદ મેળવ્યું હતું. આ ઘટનાના બરાબર એક વર્ષ પછી ૨૦૨૩ની બીજી જુલાઈએ NCPના ભાગલા થયા હતા. બન્ને બળવા વચ્ચે એક વર્ષનું અંતર રહ્યું. જોકે હકીકતમાં શિવસેના અને NCPમાં એકસાથે બળવો કરીને વાયા સુરત ગુવાહાટી જવાનો પ્લાન હતો. જોકે કેટલીક અડચણને કારણે એકનાથ શિંદે અને અમે ગુવાહાટી નહોતા જઈ શક્યા. આને કારણે એકનાથ શિંદેની આગેવાનીની મહાયુતિની સરકારમાં સામેલ થવામાં અમને એક વર્ષ રાહ જોવી પડી હતી.’

દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાને ફોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. જોકે અજિત પવારે શિવસેના અને NCPના એકસાથે જ ભાગલા કરવાનો પ્લાન કોણે બનાવ્યો હતો એ વિશે ખુલાસો નથી કર્યો. 

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections shiv sena nationalist congress party ajit pawar