બારામતીમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમના પ્લેનનો અકસ્માત, છ લોકોનાં મોત

28 January, 2026 11:00 AM IST  |  Baramati | Gujarati Mid-day Online Correspondent

Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને લઈ જતા વિમાનનો બારામતીમાં લેન્ડિંગ કરતી વખતે આ અકસ્માત થયો; અજિત પવાર સહિત છ લોકોના દુર્ઘટનામાં મોત; પ્લેન ક્રેશનું કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે

અજિત પવારને લઈ જતું વિમાન બળીને ખાક થઈ ગયું છે (તસવીર સૌજન્યઃ સ્પેશ્યલ અરેન્જમેન્ટ)

આજે સવારે મહારાષ્ટ્ર (Maharashtra)ના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar) વિમાન દુર્ઘટના (Ajit Pawar Plane Crash)નો ભોગ બન્યા હતા. બારામતી (Baramati) જીલ્લામાં થયેલા આ અકસ્માતમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. વિમાન દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેના પરથી ખ્યાલ આવે છે કે અકસ્માત કેટલો ભયાનક હતો.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર આજે સવારે મુંબઈ (Mumbai)થી બારામતી જવા રવાના થયા હતા. ત્યારે સવારે ૯ વાગ્યાની આસપાસ બારામતીમાં અકસ્માત થયો હતો. લેન્ડિંગ વખતે પ્લેન ક્રેશ થતા છ લોકોનાં મોત થયા છે.

બારામતીમાં થયેલ વિમાન દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, વિમાનના બે ટુકડા થઈ ગયા છે. દુર્ઘટના બાદ વિમાનમાં આગ લાગી ગઈ અને કાળા ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. વાયરલ થયેલા વીડિયોમાં આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

અકસ્માતના સમાચાર ફેલાતાં જ ઘટનાસ્થળે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ દુર્ઘટનાની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. અજિત પવારની હાલત પર ઘણા સમય સુધી સસ્પેન્સ રહ્યું, ત્યારબાદ તેમના મૃત્યુની પુષ્ટિ થઈ હતી. પ્રાથમિક અહેવાલ તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના હતા અને તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું કહેવાયું હતું.

પ્રાથમિક તપાસમાં જણાવાયું છે કે, લેન્ડિંગ દરમિયાન વિમાને સંતુલન ગુમાવી દીધું અને રનવેની ધાર સાથે અથડાયું, જેના કારણે વિસ્ફોટ થયો હતો. એરપોર્ટ પર તાત્કાલિક કટોકટીની સ્થિતિ બનાવવામાં આવી હતી.

જોકે, આ દુર્ઘટના શા માટે થઈ તેની હજી સુધી કોઈ માહિતી નથી. અત્યારે તપાસ ચાલુ છે કે, પ્લેન ક્રેશ કઈ રીતે થયું. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ ઘટના બાદ, વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, અને અકસ્માતથી બધા ચોંકી ગયા. અજિત પવારના વિમાનની માલિકી ધરાવતી કંપની અને તેની કિંમત વિશે સતત ચર્ચાઓ થઈ રહી છે.

ajit pawar plane crash baramati nationalist congress party maharashtra news maharashtra mumbai mumbai news