જીવતા રહેવું હોય તો અમારા મંદિરમાં જઈને માફી માગે, નહીં તો પાંચ કરોડ રૂપિયા આપે

06 November, 2024 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાનને ફરી એક વાર બિશ્નોઈ ગૅન્ગના નામે ધમકી

સલમાન ખાન

મુંબઈ ટ્રાફિક-પોલીસના કન્ટ્રોલ-રૂમને ફરી એક વાર સલમાન ખાનને ધમકી આપતો મેસેજ મળ્યો છે. સોમવારે રાતે ટ્રાફિક-પોલીસની હેલ્પલાઇન નંબર પર આવેલા એ વૉટ્સઍપ મેસેજમાં કહેવાયું છે કે જો સલમાન ખાને જીવતા રહેવું હોય તો તેની પાસે બે વિકલ્પ છે : તે અમારા મંદિરમાં જઈને માફી માગી લે અથવા પાંચ કરોડ રૂપિયા આપે.

એક જ અઠવાડિયાના સમયમાં સલમાન ખાનને બીજી વાર ધમકી આપવામાં આવી છે. લૉરેન્સ બિશ્નોઈના નામે આવેલા એ ધમકીભર્યા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે ‘લૉરેન્સ બિશ્નોઈનો ભાઈ વાત કરું છું. જો સલમાન ખાને ​જીવતા રહેવું હોય તો તે અમારા ​મંદિરમાં જઈને માફી માગે અથવા પાંચ કરોડ રૂપિયા આપે. જો તેણે એમ ન કર્યું તો અમે તેને મારી નાખીશું. અમારી ગૅન્ગ હજી ઍક્ટિવ છે.’

મુંબઈ ટ્રાફિક-પોલીસના કન્ટ્રોલ-રૂમને ગયા અઠવાડિયે ૩૦ ઑક્ટોબરે આવી જ ધમકી મળી હતી જેમાં ખંડણીની રકમ બે કરોડ રૂપિયા હતી. બાંદરા-ઈસ્ટમાં રહેતા આઝમ મોહમ્મદ મુસ્તફાને એ ધમકી આપવા બદલ પકડી લેવાયો હતો.

આ પહેલાં નોએડાના ટૅટૂ-આર્ટિસ્ટ ગુરફાન ખાનને સલમાન ખાન અને ઝીશાન સિદ્દીકીને ધમકી આપવા બદલ ઝડપી લેવાયો હતો.

Salman Khan lawrence bishnoi mumbai traffic police bollywood bollywood news salman khan controversies mumbai police mumbai police news mumbai news