✕

અભિજિત દીપકે ઍન્ડ કંપની સામે પોલીસકેસ

04 October, 2026 08:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવાજી પાર્કમાં પરવાનગી વગર આંદોલન કરવા બદલ ૪૦૦-૫૦૦ આંદોલનકારીઓ સામે ગુનો નોંધાયો

દાદરના ઐતિહાસિક શિવાજી પાર્ક મેદાનમાં પરવાનગી વગર ગેરકાયદે આંદોલન અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા બદલ હવે દાદર પોલીસે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના અભિજિત દીપકે, નૅશનલ કન્વીનર અજિંક્ય શિંદે, મુંબઈ કો-ઑર્ડિનેટર પ્રણવ આહિરે સહિત ૪૦૦થી ૫૦૦ સ્થાનિક કાર્યકરો સામે ગુનો નોંધ્યો છે. 

પોલીસસૂત્રોએ આપેલી માહિતી અનુસાર CJPના નૅશનલ કન્વીનર અજિંક્ય શિંદે અને મુંબઈ કો-ઑર્ડિનેટર પ્રણવ આહિરેએ બીજી ઑક્ટોબરે આંદોલન કરવાની પરવાનગી માગી હતી, પણ કાયદો અને વ્યવસ્થાનું કારણ આપીને સ્પષ્ટ શબ્દોમાં પરવાનગી નકારી કાઢવામાં આવી હતી.
એવું હોવા છતાં ગુરુવારે બીજી ઑક્ટોબરે સાંજે ચારથી ૭ વાગ્યે શિવાજી પાર્ક, ગેટ-નંબર ૬, મીનાતાઈ ઠાકરે સ્મારક સામે સેંકડોની સંખ્યામાં સમર્થકો ભેગા થયા હતા. આંદોલનકારીઓએ પરવાનગી વિના જાહેર સ્થળે સભા ભરીને મોટા અવાજમાં નારાબાજી કરી હતી અને લાઉડસ્પીકરનો ઉપયોગ કર્યો હતો.
CJPના નેતાઓ વિરુદ્ધ દાદર પોલીસે પરવાનગી વગર જમાવડો કરવાનો, સાર્વજનિક રસ્તા પર ટ્રાફિક અને નાગરિકો માટે ઑબ્સ્ટેકલ ઊભા કરવાનો અને પોલીસના આદેશનું ઉલ્લંઘન કરવાનો ગુનો નોંધ્યો છે. પોલીસે અજિંક્ય શિંદે, પ્રણવ આહિરે, અભિજિત દીપકે, સૌરવ દાસ, આશુતોષ રાંકા, આફરીન નવાઝ, હળવા કોરેડે, અંકિત ભારદ્વાજ, વિજય મલંગી, યોગેશ ઇંગળે સહિત અન્ય ૪૦૦થી ૫૦૦ સમર્થકો સામે ગુનો નોંધ્યો છે. 

mumbai news mumbai cockroach janata party shivaji park dadar Crime News abhijit dipake