17 May, 2023 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
થાણે જિલ્લામાં બે બિલ્ડિંગના કમ્પાઉન્ડની વૉલ વચ્ચે ત્યજી દેવાયેલું એક શિશુ મૃત મળી આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે સોમવારે ડોમ્બિવલીના સાગાંવ ગામમાંથી પસાર થઊ રહેલી એક વ્યક્તિને આશરે છ મહિનાનું શિશુ મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃત શિશુને પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલ મોકલી દેવામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ અજાણ્યા ગુનેગારો સામે ભારતીય દંડસંહિતાની કલમ ૩૧૭એ (૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકને ત્યજી દેવું) અને ૩૧૮ (મૃતદેહનો ગુપ્ત નિકાલ કરવો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કેસની આગળની તપાસ ચાલી રહી છે.