નાગપુરમાં રખડતા શ્વાન સાથે સેક્સ કરનાર શખ્સની ધરપકડ

17 December, 2022 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપી મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાનો રહેવાસી છે

પ્રતીકાત્મક તસવીર

નાગપુરના હુડકેશ્વર વિસ્તારમાં શુક્રવારે ૪૦ વર્ષના એક શખ્સની રખડતા શ્વાન સાથે જાતીય સંબંધ બાંધવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

શાહૂનગરમાં આવેલા ગાર્ડનમાં આવું કૃત્ય કરી રહેલી વ્યક્તિનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. હુડકેશ્વર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર લલિત વર્તિકરે જણાવ્યું હતું કે ‘શુક્રવારે સવારે મળેલી બાતમીના આધારે તેને પકડી લેવાયો હતો. તે મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાનો રહેવાસી છે અને અહીં મજૂરીકામ કરે છે.’

પોલીસે આ મામલે પ્રિવેન્શન ઑફ ક્રૂઅલ્ટી ટુ ઍનિમલ્સ ઍક્ટ અને આઇપીસીની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

mumbai mumbai news Crime News nagpur