ગુઢી પાડવાના પ્રસંગે કારના રજિસ્ટ્રેશનમાં ૩૧ ટકાનો વધારો

11 April, 2024 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુઢી પાડવાએ ૨૦૨૩ની સરખામણીએ ૨૦૨૪માં નવી કારના રજિસ્ટ્રેશનમાં ૩૧ ટકાનો અને બાઇકના રજિસ્ટ્રેશનમાં ૮ ટકાનો વધારો નોંધાયો હતો

પ્રતીકાત્મક તસવીર

ગુઢી પાડવાએ ૨૦૨૩ની સરખામણીએ ૨૦૨૪માં નવી કારના રજિસ્ટ્રેશનમાં ૩૧ ટકાનો અને બાઇકના રજિસ્ટ્રેશનમાં ૮ ટકાનો વધારો નોંધાયો હતો. ૨૦૨૩માં ૧૩૮૩ કારનું રજિસ્ટ્રેશન થયું હતું, પણ આ વર્ષે એ આંકડો વધીને ૧૮૦૮ થયો હતો. આ જ રીતે ૩૧૩૩ બાઇકની સરખામણીમાં આ વર્ષે ૩૪૩૮ બાઇકનું રજિસ્ટ્રેશન થયું હતું. આ વર્ષે ૬૩૫ કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) વાહનો અને ૧૨૭ ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. તાડદેવમાં સૌથી વધારે ૫૩૬ કારનાં અને વડાલામાં સૌથી વધારે ૧૦૨૯ બાઇકનાં રજિસ્ટ્રેશન થયાં હતાં.

RTOનું નામ કાર બાઇક
તાડદેવ ૫૩૬ ૭૫૦
વડાલા ૪૧૦ ૧,૦૨૯
અંધેરી ૪૧૦ ૬૯૭
બોરીવલી ૪૨૪ ૯૬૨
gudi padwa tardeo andheri borivali wadala mumbaii mumbai news business news