14 December, 2025 06:33 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પોસ્ટરોના બૅકગ્રાઉન્ડમાં નવા વર્લ્ડ રેકૉર્ડની જાહેરાત કરતા ગિનેસના ઑફિસર.
ગઈ કાલે પુણેમાં ‘પોસ્ટરોના સૌથી મોટા પ્રદર્શન’ની કૅટેગરીમાં નવો વર્લ્ડ રેકૉર્ડ નોંધાયો હતો. આ રેકૉર્ડ કરીને ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે. પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં આયોજિત પુણે બુક ફેસ્ટિવલમાં આ સિદ્ધિ ભારતે મેળવી હતી. આદિવાસી શબ્દો લખેલાં ૧૬૭૮ પોસ્ટરો અહીં પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં, જેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ માં સ્થાન મળ્યું હતું. આ પહેલાં ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં અમેરિકામાં ૧૩૬૫ પોસ્ટરોનું પ્રદર્શન યોજાયું હતું જે વર્લ્ડ રેકૉર્ડ હતો.
ફેસ્ટિવલના આયોજકોએ જણાવ્યું હતું કે આ રેકોર્ડ સ્વતંત્રતાસેનાની ભગવાન બિરસા મુંડાને અંજલિ. નૅશનલ બુક ટ્રસ્ટ (NBT) દ્વારા આયોજિત પુણે બુક ફેસ્ટિવલ ૧૩થી ૨૧ ડિસેમ્બર સુધી યોજાઈ રહ્યો છે.